April 10, 2026
રાજનીતિ

વિશ્વાસ પત્રની ગૂંજ: બંગાળની ધરતી પરથી અમિત શાહનું એલાન હવે દુઃસ્વપ્નનો અંત આવશે, સુવર્ણ બંગાળનો ઉદય થશે

01:18:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વિશ્વાસ પત્રની ગૂંજ:</strong></span> બંગાળની ધરતી પરથી અમિત શાહનું એલાન હવે દુઃસ્વપ્નનો અંત આવશે, સુવર્ણ બંગાળનો ઉદય થશે</p>

ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓ માટે આજે વિધિવત રીતે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતા ખાતે આ દસ્તાવેજને "વિશ્વાસ પત્ર" નામ આપીને લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર ચૂંટણી ઢંઢેરો નથી પણ બંગાળના પુનરુદ્ધાર માટેનો રોડમેપ છે.ભાજપના આ 'વિશ્વાસ પત્ર'માં મહિલાઓ માટે સૌથી મોટી આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે દર મહિને ₹3,000 ની આર્થિક સહાય આપવાનું વચન આપવામાં આવ્યું છે.

આ યોજના દ્વારા ભાજપ સીધી રીતે મહિલા મતદારોને આકર્ષવા અને તેમના આર્થિક સ્તરને સુધારવા પર ભાર મૂકી રહી છે. એક મહત્વપૂર્ણ નીતિગત જાહેરાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો પ્રથમ 6 મહિનાની અંદર જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ પગલા દ્વારા રાજ્યમાં સમાન કાયદાકીય વ્યવસ્થા સ્થાપિત કરવાનો અને તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવવાનો ભાજપનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પશ્ચિમ બંગાળની સરહદી સુરક્ષા અને ડેમોગ્રાફિક ફેરફારોને ધ્યાનમાં રાખીને ભાજપે ઘૂસણખોરો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ જાહેર કરી છે.

અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરોને 'ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ' કરવામાં આવશે, એટલે કે તેમને શોધીને તેમના નામ હટાવી દેશનિકાલ કરવામાં આવશે. ભાજપે તેના સંકલ્પ પત્રમાં બંગાળમાં કાયદો અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું છે. રાજકીય હત્યાઓ અને હિંસા મુક્ત બંગાળ બનાવવાની ખાતરી આપતા શાહે કહ્યું કે, સરકારી તંત્રને રાજકીય પ્રભાવથી મુક્ત કરી પ્રજાલક્ષી બનાવવામાં આવશે. 

જેથી સામાન્ય નાગરિક નિર્ભય થઈને જીવી શકે. ભાજપે બંગાળને ફરીથી દેશનું આર્થિક હબ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઉદ્યોગોના વિકાસ માટે વિશેષ પેકેજની સાથે યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાના વાયદા આ 'વિશ્વાસ પત્ર'માં કરવામાં આવ્યા છે. બંગાળની ખોવાયેલી અસ્મિતા પાછી લાવવા માટે ભાજપે જનતા પાસે આશીર્વાદ અને સમર્થન માંગ્યું છે.