April 1, 2026
બોલિવૂડ

‘નાગિન’માં ‘ભૂત બંગલા’નો ટ્વિસ્ટ! મહાનાગ બનીને અક્ષય કુમારે આપી સરપ્રાઇઝ

11:55:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">‘નાગિન’માં ‘ભૂત બંગલા’નો ટ્વિસ્ટ!</span> મહાનાગ બનીને અક્ષય કુમારે આપી સરપ્રાઇઝ</p>

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ની રાહ ચાહકો બેબાકોળ થઈને જોઈ રહ્યા છે. ફિલ્મના ગીતો અને ટીઝરે દર્શકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આ ઉત્તેજના વચ્ચે અક્ષય કુમાર અને રાજપાલ યાદવ ટીવીના લોકપ્રિય શો ‘નાગિન’ સેટ પર પહોંચ્યા છે અને ત્યાં એક અનોખો ટ્વિસ્ટ આપ્યો છે.

મહાનાગ બન્યા અક્ષય કુમાર
‘ભૂત બંગલા’ના પ્રમોશન માટે અક્ષય કુમાર અને રાજપાલ યાદવ ‘નાગિન’ સીઝન 7માં સ્પેશિયલ એપિયરન્સ આપ્યું છે. ચાલુ એપિસોડમાં અક્ષયે નાગિન બનેલી પ્રિયંકા ચહર ચૌધરીને માર્ગદર્શન આપવા માટે ‘મહાનાગ’ની ભૂમિકા નિભાવી છે. નાગિન ટીમ દ્વારા બંને કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્ષણ ખૂબ જ ખાસ રહી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

ફોટોઝમાં રાજપાલ યાદવ કુર્તા-પાયજામા, સ્વેટર અને ગરમ ટોપી પહેરીને દેખાયા છે, જ્યારે પ્રિયંકા ચહર ચૌધરી અને કણિકા માન સ્ટાઇલિશ આઉટફિટમાં તેમની સાથે પોઝ આપી રહ્યા છે. પ્રોડ્યુસર એકતા કપૂર પણ આ ફોટોઝમાં સામેલ છે. પરંતુ સૌથી વધુ ધ્યાન અક્ષય કુમાર પર જમા છે. ટી-શર્ટ સાથે ધોતી સ્ટાઇલ પેન્ટ અને ઓવરસાઇઝ હૂડેડ શર્ટ પહેરીને મહાનાગના રૂપમાં અક્ષય અદ્ભુત લાગી રહ્યા છે.

ભૂત બંગલા’માં અક્ષય-પ્રિયદર્શનની સુપરહિટ જોડી
‘ભૂત બંગલા’ સાથે અક્ષય કુમાર અને ડાયરેક્ટર પ્રિયદર્શનની સુપરહિટ જોડી ફરી એક વખત પરત આવી રહી છે. ચાહકોને આ ફિલ્મની રાહ લાંબા સમયથી હતી. આ જોડીએ અગાઉ ‘હેરા ફેરી’, ‘ભાગમ ભાગ’ જેવી યાદગાર કોમેડી ફિલ્મો આપી છે, જે આજે પણ દર્શકોની ફેવરિટ છે. તેમની અદ્ભુત કોમિક ટાઇમિંગ અને મજેદાર કહાનીઓને કારણે ફરી એક ધમાકેદાર એન્ટરટેઇનરની અપેક્ષા વધી ગઈ છે.

બાલાજી મોશન પિક્ચર્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સની પ્રેઝન્ટેશન ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર, વામિકા ગબ્બી, પરેશ રાવલ, તબ્બુ અને રાજપાલ યાદવ જેવા શાનદાર કલાકારો જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શને કર્યું છે. પ્રોડ્યુસર્સમાં અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂરનો સમાવેશ છે. આ ફિલ્મ 10 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.