April 3, 2026
વ્યાપાર

ગુડ ફ્રાઈડે પર સોનાના ભાવમાં ગાબડું, ચાંદી પણ થઈ સસ્તી....જાણો આજનો લેટેસ્ટ રેટ

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગુડ ફ્રાઈડે પર સોનાના ભાવમાં ગાબડું,</strong></span> ચાંદી પણ થઈ સસ્તી....જાણો આજનો લેટેસ્ટ રેટ</p>

દેશભરમાં ગુડ ફ્રાઈડેની ઉજવણી વચ્ચે બુલિયન માર્કેટમાંથી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,49,110 નોંધાયો છે, જે અગાઉના દિવસોની સરખામણીએ ગ્રાહકોને મોટી રાહત આપી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $4,591.52 પર ટ્રેડ થઈ રહ્યો છે. ભાવમાં થયેલા ઘટાડાની વિગતે વાત કરીએ તો, પાછલા દિવસે દિલ્હીના બજારમાં સોનાના ભાવમાં ₹3,500નો મોટો કડાકો બોલાયો હતો, જે લગભગ 2.26 ટકાનો ઘટાડો દર્શાવે છે.

મુંબઈમાં 24 કેરેટ સોનાનો દર પ્રતિ10 ગ્રામ ₹1,48,960 રહ્યો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,36,690 પર સ્થિર થયો છે, જ્યારે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનું ₹1,35,540ના ભાવે વેચાઈ રહ્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સોનાના ભાવમાં સમાન સ્થિતિ જોવા મળી છે. આ શહેરોમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,36,590 છે, જ્યારે શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,010 રહ્યો છે. લગ્નસરાની મોસમ પૂર્વે કિંમતોમાં આવેલો આ ઘટાડો જ્વેલરી ખરીદનારાઓ માટે સોનેરી તક સમાન સાબિત થઈ રહ્યો છે. સોનાની સાથે કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

આજે સવારે ચાંદીનો ભાવ કિલોગ્રામ દીઠ ₹2,49,900 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ગત દિવસે દિલ્હીના બજારમાં ચાંદીના ભાવમાં ₹9,000 એટલે કે 3.66 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ચાંદી ₹4,00,000ની ઐતિહાસિક સપાટી વટાવી ગઈ હતી, જેની સરખામણીએ અત્યારે ભાવમાં મોટી નરમાશ છે. બજારના વિશ્લેષકોના મતે, યુએસ ડોલરની મજબૂતી અને વૈશ્વિક મેક્રો ઇકોનોમિક અનિશ્ચિતતાઓને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. જોકે મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા ભૌગોલિક-રાજકીય તણાવ છતાં સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો છે, જે રોકાણકારો માટે આશ્ચર્યજનક પાસું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ હાલમાં $4,663.54 પ્રતિ ઔંસની આસપાસ હલનચલન કરી રહ્યો છે.ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ પ્રસંગે સોના-ચાંદીની ખરીદી શુકનવંતી માનવામાં આવે છે. વર્તમાન ભાવ ઘટાડાને પગલે ઝવેરી બજારમાં ગ્રાહકોની અવરજવર વધવાની શક્યતા છે. નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક સંકેતો નબળા રહેશે તો આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ વધઘટ જોવા મળી શકે છે, તેથી રોકાણકારોએ બજારની સ્થિતિ પર સતત નજર રાખવી હિતાવહ છે.