April 9, 2026
ગુજરાત

અનંત અંબાણીના 31મા જન્મદિને રાજકોટની ગૌશાળાઓમાં ભક્તિમય માહોલ, ગૌમાતાને વિવિધ વાનગીઓ પીરસાઈ

11:58:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અનંત અંબાણીના 31મા જન્મદિને </strong></span>રાજકોટની ગૌશાળાઓમાં ભક્તિમય માહોલ, ગૌમાતાને વિવિધ વાનગીઓ પીરસાઈ</p>

જીવદયા પ્રેમી અનંત અંબાણીના 31મા જન્મદિને રાજકોટમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો. અંબાણી પરિવાર દ્વારા શહેરની મુખ્ય ગૌશાળાઓમાં ગૌમાતા માટે પૌષ્ટિક આહાર અને છપ્પનભોગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમાજમાં 'સેવા જ સાચી ઉજવણી'નો સંદેશ વહેતો કર્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જીવદયા પ્રેમી અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા રાજકોટમાં માનવતા અને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. 

રાજકોટની જાણીતી મોટા વડાલા ગૌશાળા અને કિસાન ગૌશાળા ખાતે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ સાથે ગૌમાતાનું પૂજન કરી તેમને પૌષ્ટિક આહાર, વિવિધ પ્રકારના ફળફળાદિ અને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગિરનાર સ્થિત પારસધામ ખાતે પણ ગાયો માટે ઘાસચારો અને ખાવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જીવદયાના આ ભગીરથ કાર્યમાં ગૌભક્તો અને અંબાણી પરિવારના હિતેચ્છુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઉપસ્થિત સૌ કોઈએ અનંત અંબાણીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાન અને ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગૌશાળાના સંચાલકોએ અંબાણી પરિવારની આ ગૌ-સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. અનંત અંબાણીના જન્મદિવસની આ અનોખી ઉજવણીએ સમાજમાં એક સુંદર સંદેશ વહેતો કર્યો છે કે, ભવ્યતાના બદલે 'સેવા જ સાચી ઉજવણી' છે. પ્રાણીઓ પ્રત્યેની આ અનુકંપા અને જીવદયાના કાર્યથી ગૌશાળાઓમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.