April 1, 2026
બોલિવૂડ

આવી રહ્યો છે 'ધબકારો'...નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર અભિષેક શાહે મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી

05:53:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આવી રહ્યો છે 'ધબકારો'</strong></span>...નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર અભિષેક શાહે મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી</p>

ભારતીય ફિલ્મ નિર્માણના 75મા ગૌરવશાળી વર્ષમાં, બોલિવૂડનું પ્રતિષ્ઠિત બેનર 'નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ' પ્રથમવાર ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરી રહ્યું છે. ‘છીછોરે’, ‘હાઇવે’ અને ‘સુપર 30’ જેવી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મો આપનાર આ બેનરે ‘ધ મુવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સે’ સાથે ભાગીદારી કરી પોતાની પ્રથમ ગુજરાતી ફીચર ફિલ્મ ‘ધબકારો’ ની જાહેરાત કરી છે. આ ફિલ્મ આગામી 1 મે, 2026 ના રોજ 'ગુજરાત સ્થાપના દિવસ' ના પવિત્ર અવસરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ સર્જક અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ અગાઉ ‘હેલ્લારો’ અને ‘ઉંબરો’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો માટે જાણીતા છે. ‘ધબકારો’માં ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ અભિનેતા દેવેન ભોજાણી અને લોકપ્રિય અભિનેતા આરજવ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિષેક શાહની લેખની અને દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ દર્શકોમાં પહેલેથી જ ભારે આતુરતા જન્માવી રહી છે. ‘ધબકારો’ને એક હૃદયસ્પર્શી મનોરંજક ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે, જે માનવીય સંવેદનાઓના દરેક પાસાને સ્પર્શશે.

ફિલ્મનું શૂટિંગ ગુજરાતના વિવિધ આકર્ષક સ્થળોએ કરવામાં આવ્યું છે, જે રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિવિધતાને મોટા પડદા પર નવી રીતે રજૂ કરશે. ડાયરેક્ટર અભિષેક શાહના મતે, આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ તે પ્રેક્ષકોના દિલમાં લાંબા સમય સુધી જીવંત રહેશે તેવી એક સચોટ વાર્તા છે. NGE જેવા વિઝનરી બેનરના સાથથી ‘ધબકારો’ જેવી વાર્તાને ઉચ્ચ સ્તરે દર્શકો સુધી પહોંચાડવાનું અમારું સપનું સાકાર થઈ રહ્યું છે. આ ભાગીદારી ગુજરાતી સિનેમામાં નવા આયામો સર કરશે.

ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ ગુજરાતી અસ્મિતા અને સિનેમાની તાકાતનું પ્રતીક બની રહેશે. રાષ્ટ્રીય સ્તરના નિર્માતાઓ અને એવોર્ડ વિજેતા દિગ્દર્શકનો આ સંગમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. ફિલ્મની વાર્તા, સંગીત અને અભિનયના ઓજસ થિયેટરોમાં ફરી એકવાર ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ લાવશે તેવી મક્કમ આશા સેવાઈ રહી છે.