April 1, 2026
સ્પોર્ટ્સ

બોલેલું પાળ્યું: હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડ સ્ટાફને ₹10-10 લાખ આપી માનવતા મહેકાવી

03:23:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બોલેલું પાળ્યું: </strong></span>હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડ સ્ટાફને ₹10-10 લાખ આપી માનવતા મહેકાવી</p>

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલની નવી સીઝન શરૂ થાય તે પહેલાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાર્દિક પંડ્યાએ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના 11 સભ્યોને પ્રત્યેક ₹10 લાખના ચેક અર્પણ કરી કુલ ₹1.1 કરોડની માતબર રકમની ભેટ આપી છે. આ આર્થિક મદદ કોઈ ખાસ દેખાવો કરવા માટે નહીં, પરંતુ હાર્દિક પંડ્યાએ અગાઉ આપેલા એક વચનને પૂર્ણ કરવા માટે આપવામાં આવી છે.

વર્ષ 2026ના T20 વર્લ્ડ કપની તૈયારીઓ દરમિયાન હાર્દિક પંડ્યા વાનખેડે સ્ટેડિયમમાં કલાકો સુધી સખત પ્રેક્ટિસ કરતો હતો. આ સમય દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો મોડી રાત સુધી રોકાઈને હાર્દિકની પ્રેક્ટિસમાં મદદરૂપ થયા હતા. તેમની આ મહેનત અને સમર્પણની કદરરૂપે હાર્દિકે તેમને યોગ્ય વળતર આપવાનું વચન આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન બાદ હાર્દિક પંડ્યાએ જાતે ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોની મુલાકાત લીધી હતી અને તેમને ચેક એનાયત કર્યા હતા.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના આ કર્મચારીઓએ હાર્દિક પંડ્યા સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા. ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોએ હાર્દિકની આ ઉદારતાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ રકમ તેમના પરિવાર માટે ખૂબ જ સહાયરૂપ સાબિત થશે. હાર્દિક પંડ્યાના આ ઉમદા કાર્યના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અનેકવાર ટીકાઓનો સામનો કરનાર હાર્દિકના આ 'રોયલ' અંદાજની ચાહકો અને ક્રિકેટ જગતના દિગ્ગજો પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મેદાનની અંદરની રમતની સાથે હાર્દિકે મેદાનની બહાર પણ લોકોના દિલ જીતી લીધા છે.