April 1, 2026
ભારત

‘ભારત અદ્ભુત છે’, પહેલાં વિવાદિત નિવેદનો, હવે ખુલ્લેઆમ તારીફ – ટ્રમ્પ સમર્થક લોરા લૂમરના બદલાયા સુર

04:52:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">‘ભારત અદ્ભુત છે’, પહેલાં વિવાદિત નિવેદનો,</span> હવે ખુલ્લેઆમ તારીફ – ટ્રમ્પ સમર્થક લોરા લૂમરના બદલાયા સુર</p>

અમેરિકી રાઈટ-વિંગ સોશિયલ મીડિયા પર્સનાલિટી અને ડોનાલ્ડ ટ્રમ્પની ચાહક લોરા લૂમરે ભારત પ્રત્યેના પોતાના વલણમાં મોટો ફેરફાર કર્યો છે. પહેલાં ભારત અને ભારતીયો વિરુદ્ધ વિવાદિત નિવેદનો કરનાર લૂમરે હવે ભારતને ‘અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેશ’ ગણાવ્યો છે.

ભારતમાં તેમનો અનુભવ અદ્ભુત રહ્યો છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતાં લૂમરે જણાવ્યું કે, ભારતમાં તેમનો અનુભવ અદ્ભુત રહ્યો છે. અહીંના લોકો, ખોરાક, સંસ્કૃતિ અને મહેમાનનવાજી અવિશ્વસનીય છે. તેમણે કહ્યું કે મીડિયા અવારનવાર ભારતની નકારાત્મક છબી રજૂ કરે છે, જે તેમના અનુભવ મુજબ સંપૂર્ણપણે ખોટી છે. ભારતમાં તેઓને હંમેશા સુરક્ષિત અને આરામદાયક અનુભવ થયો છે.

મીડિયા ભારતને એવા સ્થળ તરીકે દર્શાવે છે જ્યાંથી અમેરિકનોએ બચવુ જોઈએ
લૂમરે લખ્યું, “આ અવિશ્વસનીય છે. જ્યારે હું અહીંથી જઈશ ત્યારે મારા 9 દિવસ પૂરા થઈ ગયા હશે અને હજુ પણ જોવા-કરવા માટે ઘણું બાકી છે. મારો અનુભવ અદ્ભુત રહ્યો છે. મીડિયા ભારતને એવા સ્થળ તરીકે દર્શાવે છે જ્યાંથી અમેરિકનો બચવા જોઈએ, પરંતુ મને ખ્યાલ આવ્યો કે આમાંનું મોટું ભાગ મનઘડંત છે.”

દક્ષિણ ભારતની મુલાકાત લેવાની પણ ઈચ્છા જણાવી 
તેમણે ભારતને ભવિષ્યની આગામી મહાસત્તા ગણાવીને કહ્યું કે અહીં અપાર સંભાવનાઓ છે, જેને સમજવા માટે ખુદ અહીં આવવું જરૂરી છે. ભારતીય લોકોને અત્યંત વિનમ્ર અને મિત્રવત્ ગણાવતાં તેમણે દર વર્ષે ભારત પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે જ દક્ષિણ ભારતની મુલાકાત લેવાની પણ ઈચ્છા જણાવી છે.

પહેલાં કરી ચૂકી છે આલોચના  
જોકે, લૂમરે અગાઉ ભારત અને ભારતીયો વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીઓ કરી ચૂકી છે. ભારત પ્રવાસ પહેલાં તેમણે પોતાની કેટલીક જૂની પોસ્ટ્સ ડિલીટ કરી દીધી હતી, જોકે તે રેકોર્ડમાં હજુ પણ ઉપલબ્ધ છે. તેમણે H-1B વીઝા પ્રોગ્રામ પરની પોતાની આલોચના જાળવી રાખી છે, પરંતુ કેટલાક જૂના નિવેદનો માટે માફી પણ માંગી છે.