April 1, 2026
ગુજરાત

રાજકોટના મલ્ટિપ્લેક્સમાં મોંઘા ભાવના નાસ્તામાં 'વંદા'નો તડકો! : R-World INOXમાં આરોગ્ય સાથે ચેડાં

12:26:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટના મલ્ટિપ્લેક્સમાં મોંઘા ભાવના નાસ્તામાં 'વંદા'નો તડકો!</strong></span> : R-World INOXમાં આરોગ્ય સાથે ચેડાં</p>

રંગીલા રાજકોટમાં મોંઘા ભાવે ટિકિટ અને નાસ્તો વેચતા મલ્ટિપ્લેક્સમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જાણીતા R-World INOX સિનેમાની કેન્ટીનમાં વેચાતી સેન્ડવીચ પર જીવતો વંદો ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી અનુસાર, ગત રાત્રે રાજકોટના આર વર્લ્ડ ઇનોક્સમાં 'ધુરંધર' ફિલ્મ જોવા ગયેલા એક ગ્રાહકે જ્યારે કેન્ટીન વિસ્તારમાં મુલાકાત લીધી, ત્યારે ત્યાં કાઉન્ટર પર રાખવામાં આવેલી સેન્ડવીચ પર એક મોટો વંદો જીવતો ફરતો જોવા મળ્યો હતો.

ગ્રાહકે તાત્કાલિક જાગૃતતા દાખવી પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા.આ ગંભીર બેદરકારી બાબતે જ્યારે ગ્રાહકે સિનેમાના મેનેજરને જાણ કરી અને વિરોધ નોંધાવ્યો, ત્યારે મેનેજરે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અથવા ગ્રાહકની માફી માંગવાને બદલે લૂલો બચાવ કર્યો હતો. મેનેજરે તાત્કાલિક અસરથી એ સેન્ડવીચ ત્યાંથી હટાવી લીધી હતી, પરંતુ સફાઈ અને હાઈજીન બાબતે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.

મલ્ટિપ્લેક્સમાં અંદરની કેન્ટીનમાં ખાદ્ય ચીજોના ભાવ બજાર કરતા અનેકગણા વધારે વસૂલવામાં આવે છે, તેમ છતાં ત્યાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા રામભરોસે હોય તેવું સાબિત થાય છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ વાયરલ વીડિયોના આધારે ઇનોક્સ સામે કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે.