April 1, 2026
ધર્મ દર્શન

આ 4 રાશિઓ માટે ‘રૌદ્ર સંવત્સર’ રહેશે ભારે, ધનહાનિ અને સ્વાસ્થ્ય પર જોખમ

03:19:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">આ 4 રાશિઓ માટે ‘રૌદ્ર સંવત્સર’ રહેશે ભારે</span>, ધનહાનિ અને સ્વાસ્થ્ય પર જોખમ</p>

19 માર્ચ, 2026થી વિક્રમ સંવત 2083નો શુભારંભ થઈ ચૂક્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષને ‘રૌદ્ર સંવત્સર’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ વર્ષના રાજા બૃહસ્પતિ અને મંત્રી મંગળ છે. ગ્રહોના આ પ્રબળ મંત્રીમંડળની અસર વ્યક્તિગત જીવનથી લઈને સમગ્ર વિશ્વ પર પડવાની સંભાવના છે. જ્યોતિષીઓના મતે આ વર્ષમાં કેટલીક રાશિઓને વધુ સાવધાની રાખવી પડશે. આ 4 રાશિઓ માટે ‘રૌદ્ર સંવત્સર’ ધનહાનિ, માનસિક તણાવ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પડકારજનક સાબિત થઈ શકે છે.

આ રાશિઓને રહેશે વિશેષ સાવધાની

સિંહ રાશિ:  
સિંહ રાશિવાળાઓએ આ વર્ષે દરેક પગલું ફૂંકીને ભરવું પડશે. રાહુ-કેતુ અને શનિની સ્થિતિને કારણે રોકાણ અને વ્યવસાયમાં નુકસાનની આશંકા છે. અત્યંત થાક અને તણાવથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. કોઈ પર પણ અંધાધૂંધી વિશ્વાસ ન કરવો.

કુંભ રાશિ:  
કુંભ રાશિવાળાઓ માટે વર્ષના પ્રથમ ત્રણ મહિના સારા રહેશે પરંતુ, ત્યારબાદ માનસિક તણાવ અને વ્યવસાયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. શનિની સાઢેસાતી અને જૂન પછી બૃહસ્પતિની સ્થિતિ પરિસ્થિતિને વધુ પડકારજનક બનાવી શકે છે. વ્યર્થ ખર્ચ અને કુટુંબમાં અનબનથી બચવું જરૂરી છે.

મીન રાશિ:  
મીન રાશિવાળાઓ માટે વર્ષના પ્રથમ ચાર મહિના મુશ્કેલીભર્યા રહી શકે છે. શનિની સાઢેસાતીના પ્રભાવથી કાર્યોમાં અવરોધ અને માનસિક તણાવ વધી શકે છે. જૂન પછી પરિસ્થિતિ સુધરશે, પરંતુ ત્યાં સુધી ધીરજ અને નિયંત્રણ જાળવવું પડશે. વ્યર્થ ખર્ચ અને લાંબી મુસાફરીથી બચવું.

મકર રાશિ:
મકર રાશિવાળાઓ માટે વર્ષની શરૂઆતથી જુલાઈ સુધીનો સમય થોડો ભારે રહી શકે છે. સ્વાસ્થ્ય અને સંતાનના ભવિષ્યની ચિંતા વધી શકે છે. ઘરમાં જૂના વિવાદો ફરી સામે આવી શકે છે. મિલકત અને આર્થિક મામલાઓમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે.

ઉપાયો:
કુંભ રાશિ: શનિવારે કાળી દાળનું દાન કરો અને ક્રોધ પર કાબુ રાખો.
મીન રાશિ: ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરો અને ભગવાન શિવનો અભિષેક કરો.
મકર રાશિ: શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરો અને નિયમિત ધ્યાન કરો.