રોકાણકારો માટે 'સુપર વેડનસડે: ટ્રમ્પની જાહેરાત બાદ સેન્સેક્સ ઉછાળો, રોકાણકારો ખુશ
વૈશ્વિક રાજકારણ અને યુદ્ધની સ્થિતિ શેરબજાર પર સૌથી ઊંડી અસર કરે છે. જ્યારે પણ બે દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાતા રોકાણકારોમાં અનિશ્ચિતતા અને ડરનો માહોલ પેદા થયો હતો, જોકે, યુદ્ધવિરામના સંકેતો મળતા જ બજારમાં ફરીથી વિશ્વાસનું વાતાવરણ સર્જાયુ છે.
રોકાણકારો માટે 'સુપર વેડનસડે': બજારમાં પ્રચંડ રિકવરી
છેલ્લા કેટલાક સમયથી મંદીના માહોલમાં ફસાયેલા ભારતીય શેરબજાર માટે આજનો દિવસ રાહતના સમાચાર લઈને આવ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ અને ઈરાનમાંથી સેના પાછી ખેંચવાના સંકેતો આપતા જ સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ લેવાલીનો દોર શરૂ થયો હતો, જેનાથી રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે.
બજારના આંકડાકીય મુદ્દા
BSE Sensex માં જોવા મળેલો ઉછાળો: 1,835.03 પોઈન્ટ (+2.55%)
સેન્સેક્સનું આજનું ઓપનિંગ: 73,762.43
સેન્સેક્સનો આજનો હાઈ સ્કોર: 73,917.75
Nifty 50 માં નોંધાયેલો વધારો: 568.35 પોઈન્ટ (+2.55%)
નિફ્ટીમાં નોંધાયેલી કુલ તેજી: 606 પોઈન્ટ
નિફ્ટીનો આજનો હાઈ રેકોર્ડ: 22,937.65
તેજી પાછળના મુખ્ય પરિબળો
આજના ઉછાળા પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર ગણવામાં આવે છે. પ્રથમ, ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતને લીધે વૈશ્વિક અનિશ્ચિતતા ઘટી છે. બીજું, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા મોંઘવારી ઘટવાની આશા જાગી છે. ત્રીજું, લાંબા સમયના ઘટાડા બાદ નીચલા સ્તરે થયેલું 'શોર્ટ કવરિંગ' અને ચોથું, રશિયા સહિતના એશિયન બજારોમાં જોવા મળેલી મજબૂત રિકવરીએ ભારતીય બજારને બળ પૂરું પાડ્યું છે. ખાસ કરીને બેંકિંગ અને આઈટી સેક્ટરમાં રોકાણકારોએ ભારે વિશ્વાસ દાખવ્યો છે.