April 8, 2026
ગુજરાત

આ 'સાસ-બહુ'ની નહીં, મજબૂત વાળી પાર્ટી : ગુજરાતીઓના અપમાન સામે સુરત ભાજપ લાલઘૂમ, મલ્લિકાર્જુન ખડગે માફી માંગે તેવી BJPની માંગ... 

12:29:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આ 'સાસ-બહુ'ની નહીં, મજબૂત વાળી પાર્ટી </strong></span>: ગુજરાતીઓના અપમાન સામે સુરત ભાજપ લાલઘૂમ, મલ્લિકાર્જુન ખડગે માફી માંગે તેવી BJPની માંગ... </p>

સુરત સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા હેમાલી બોઘાવાલા, ભાજપના નેતાઓ,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન પ્રદેશ સહ-પ્રવક્તા હેમાલી બોઘાવાલાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં મર્યાદા જળવાવી જોઈએ, પરંતુ કોંગ્રેસના નેતાઓ 'મૂર્ખ' અને 'અભણ' જેવા શબ્દોનો પ્રયોગ કરીને પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. આજે જ્યારે આખા વિશ્વમાં ગુજરાતીઓ પોતાની મહેનત અને બુદ્ધિપ્રતિભાથી ડંકો વગાડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું આ અપમાન સહન કરી લેવામાં આવશે નહીં. ભાજપના કાર્યકર્તાઓ આ શબ્દોને સખત રીતે વખોડી રહ્યા છે અને કોંગ્રેસ અધ્યક્ષ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે.હેમાલી બોઘાવાલા ( ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા )

ગુજરાતી અસ્મિતા અને કોંગ્રેસનો વિરોધ પક્ષપાતી હોવાનો આક્ષેપ
હેમાલી બોઘાવાલાએ ઐતિહાસિક સંદર્ભો આપતા કહ્યું હતું કે જે ધરતી પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોનો જન્મ થયો છે, તે ગુજરાત પ્રત્યે કોંગ્રેસને આટલો બધો વાંધો કેમ છે તે સમજાતું નથી. તેમણે ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. ગુજરાતીઓ પોતાની મહેનત અને ઈમાનદારીના કારણે દેશ-વિદેશમાં પ્રગતિ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓની ઉન્નતિ ખટકી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આ ગુજરાતની માટીમાં ઉછરીને આજે વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. 

કોંગ્રેસની નિષ્ફળતા અને ભાજપની મજબૂતી પર પ્રહારો
પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના નેતૃત્વ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેએ બીજા પર આક્ષેપ કરતા પહેલા પોતાના નેતાઓને જ્ઞાન આપવાની જરૂર છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓને તો એ પણ ખબર નથી હોતી કે કઈ વસ્તુ લિટરમાં મળે છે અને કઈ કિલોમાં મળે છે. ભાજપ એ કોઈ 'સાસ-બહુ'ની સિરિયલ જેવી નબળી પાર્ટી નથી, પરંતુ એક મજબૂત વિચારધારા ધરાવતી પાર્ટી છે. આજે જ્યારે દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ છે, ત્યારે હારના ડરથી કોંગ્રેસ આવા નિમ્ન સ્તરના નિવેદનો પર ઉતરી આવી છે. તેઓએ પહેલેથી જ પોતાની હાર સ્વીકારી લીધી હોય તેવું જણાઈ રહ્યું છે.

વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ અને વિકાસની ગાથા
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવી ગુજરાતની બે મહાન હસ્તીઓ આજે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે રાત-દિવસ કાર્ય કરી રહી છે. તેમના કારણે જ આજે ભારતને વૈશ્વિક સ્તરે નવું ગૌરવ પ્રાપ્ત થયું છે. સુરત જેવા શહેરોએ આજે ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, જે ગુજરાતની શાંતિ અને વિકાસના પર્યાય સમાન છે. ગુજરાતીઓ વેપાર અને સંસ્કારમાં માહિર છે, ત્યારે કોંગ્રેસે કરેલા અપમાનનો જવાબ જનતા આગામી ચૂંટણીઓમાં આપશે. અંતમાં તેમણે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાતીઓનું અપમાન એ દેશનું અપમાન છે અને ખડગેએ તુરંત પોતાના શબ્દો પાછા ખેંચી માફી માંગવી જોઈએ.