April 1, 2026
ટેકનોલોજી

નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો? થોભો! આ અઠવાડિયે લોન્ચ થઈ રહ્યા છે 3 ધાંસુ સ્માર્ટફોન

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો? </strong></span>થોભો! આ અઠવાડિયે લોન્ચ થઈ રહ્યા છે 3 ધાંસુ સ્માર્ટફોન</p>

ટેકનોલોજીની દુનિયામાં આ અઠવાડિયું ખૂબ જ ધમાકેદાર રહેવાનું છે. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો થોડી રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારતીય બજારમાં આ અઠવાડિયે Lava, Redmi અને Vivo જેવી દિગ્ગજ કંપનીઓ તેમના ત્રણ નવા અને શક્તિશાળી સ્માર્ટફોન્સ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં 200 મેગાપિક્સલનો કેમેરા, 7000 mAh ની જાયન્ટ બેટરી અને સુપર ફાસ્ટ પ્રોસેસર જેવા અદ્યતન ફીચર્સ જોવા મળશે.

આ ત્રણેય ફોન અલગ-અલગ બજેટ અને જરૂરિયાતો ધરાવતા યુઝર્સને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી રહ્યા છે. જે માર્કેટમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે, ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ટેકનોલોજી દરરોજ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. જો તમે નવો મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ અઠવાડિયું તમારા માટે અત્યંત મહત્વનું સાબિત થઈ શકે છે. આગામી થોડા દિવસોમાં એક નહીં પણ ત્રણ દિગ્ગજ કંપનીઓ તેમના શક્તિશાળી સ્માર્ટફોન્સ ભારતીય બજારમાં ઉતારવા જઈ રહી છે, જે આધુનિક ફીચર્સ અને નવી ટેકનોલોજીથી સજ્જ હશે.

આ ત્રણેય સ્માર્ટફોન અલગ-અલગ બજેટ અને જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે. ભલે તમારે બજેટ ફોન જોઈએ કે પછી હાઈ-એન્ડ કેમેરા ફોન, આ અઠવાડિયે લોન્ચ થનારા મોડલ્સમાં તમામ વિકલ્પો મળી રહેશે. નવો ફોન ખરીદતા પહેલા આ ત્રણેય ફોનની કિંમત અને ફીચર્સની સરખામણી કરવી ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે.

Lava Bold N2 Pro: બજેટમાં દમદાર પરફોર્મન્સ

દેશી કંપની Lava દ્વારા તેનો નવો સ્માર્ટફોન 'Bold N2 Pro' 31 માર્ચના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ ક્લીન એન્ડ્રોઇડ અનુભવ ઈચ્છે છે. આ ફોનમાં 6,67 ઇંચની HD+ ડિસ્પ્લે અને Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 4GB વર્ચ્યુઅલ રેમની સુવિધા સાથે આ ફોન મલ્ટીટાસ્કિંગમાં સરળતા પૂરી પાડશે. આ ઉપરાંત, ફોનમાં 5000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે જે લાંબો બેકઅપ આપશે. ખાસ વાત એ છે કે આ ફોનને IP54 રેટિંગ મળેલું છે, જે તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષિત રાખશે. આ ફોન લોન્ચ થયા બાદ Flipkart અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકાશે.

Redmi Note 15 SE 5G: નવી પેઢીનો સ્માર્ટફોન

Xiaomi ની સબ-બ્રાન્ડ Redmi દ્વારા 2 એપ્રિલના રોજ 'Redmi Note 15 SE 5G' લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન ત્રણ આકર્ષક કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવશે. જોકે કંપનીએ હજુ સુધી તેના તમામ સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફોન એમેઝોન અને કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. Redmi ની Note સિરીઝ હંમેશા તેના બેસ્ટ ફીચર્સ માટે જાણીતી છે, તેથી આ ફોન પાસેથી પણ મોટી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

 Vivo V70 FE: ફોટોગ્રાફીના શોખીનો માટે ખાસ

Vivo કંપની ૨ એપ્રિલના રોજ બપોરે ૧૨ વાગ્યે તેનો પ્રીમિયમ લુક ધરાવતો 'V70 FE' લોન્ચ કરશે. આ ફોનનું સૌથી મોટું આકર્ષણ તેનો 200 મેગાપિક્સલનો OIS પ્રાઈમરી કેમેરા છે, જે પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અનુભવ કરાવશે. સાથે જ સેલ્ફી માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને ૩૦x સુપર ઝૂમ જેવી સુવિધાઓ તેને અન્ય ફોન કરતા અલગ પાડે છે. Vivo V70 FE માં 1.5K OLED ડિસ્પ્લે સાથે 120Hz નો રિફ્રેશ રેટ મળશે, જે ગેમિંગ અને વિડિયો સ્ટ્રીમિંગ માટે શ્રેષ્ઠ છે. પાવર માટે આ ફોનમાં 7000 mAh ની વિશાળ બેટરી અને 90W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ થશે અને તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ જોવા મળશે.