April 4, 2026
સ્પોર્ટ્સ

યુવરાજ સિંહનો મોટો ઘટસ્ફોટ: કોહલી અને રવિ શાસ્ત્રીએ કેમ ન કરી સીધી વાત?

12:10:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>યુવરાજ સિંહનો મોટો ઘટસ્ફોટ: </strong></span>કોહલી અને રવિ શાસ્ત્રીએ કેમ ન કરી સીધી વાત?</p>

2011 વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહે પોતાની નિવૃત્તિના વર્ષો બાદ એક ખાનગી પોડકાસ્ટમાં હૃદયદ્રાવક ખુલાસો કર્યો છે. યુવીએ જણાવ્યું કે તેની શાનદાર કારકિર્દીના અંતિમ તબક્કે તેને ટીમ મેનેજમેન્ટ તરફથી જે સન્માન મળવું જોઈતું હતું તે મળ્યું નહોતું. તેણે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી પર નિશાન સાધતા કહ્યું કે, એક સિનિયર ખેલાડી હોવા છતાં તેની સાથે કોઈએ સ્પષ્ટ વાત કરવાની તસ્દી લીધી નહોતી. યુવરાજે ઘટસ્ફોટ કર્યો કે તેને નિવૃત્તિ લેવા માટેનો સાચો રસ્તો મહેન્દ્ર સિંહ ધોનીએ બતાવ્યો હતો. માહીએ તેને ફોન કરીને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે હવે પસંદગીકારો તેના નામ પર વિચાર કરી રહ્યા નથી અને તે ભવિષ્યની યોજનાઓનો હિસ્સો નથી.

યુવરાજે અફસોસ વ્યક્ત કર્યો કે જે સ્પષ્ટતા ધોનીએ આપી, તે તે સમયના કેપ્ટન વિરાટ કોહલી કે કોચ રવિ શાસ્ત્રીએ આપવાની જરૂર સમજી નહોતી પોતાની પીડા ઠાલવતા યુવરાજે કહ્યું કે 36-37 વર્ષની ઉંમરે તેને સતત ટીમની અંદર અને બહાર કરવામાં આવતો હતો, જેના કારણે તે માનસિક રીતે મૂંઝવણમાં હતો. તેણે દેશ માટે 19 વર્ષ સુધી લોહી-પરસેવો એક કર્યો હોવા છતાં, નેશનલ ક્રિકેટ એકેડમી કે મેનેજમેન્ટના કોઈ જવાબદાર વ્યક્તિએ તેની સાથે બેસીને ભવિષ્ય અંગે ચર્ચા કરી નહોતી, જે તેને અપમાનજનક લાગ્યું હતું.

યુવરાજે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેને ફિટનેસનો હવાલો આપીને નિવૃત્તિ લેવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. મેનેજમેન્ટે એવી શરત મૂકી હતી કે જો તે 'યો-યો' ટેસ્ટમાં નાપાસ થશે તો તેણે ક્રિકેટ છોડી દેવું પડશે. આ દબાણ છતાં યુવીએ મક્કમતાથી જવાબ આપ્યો હતો કે તેને ટીમમાં રમાડવો કે નહીં તે મેનેજમેન્ટનો નિર્ણય હોઈ શકે, પરંતુ નિવૃત્તિ ક્યારે લેવી તે તેનો પોતાનો અંગત નિર્ણય રહેશે.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર યુવરાજ સિંહે 304 વનડે અને 40 ટેસ્ટ મેચોમાં 11,000થી વધુ રન બનાવ્યા છે, આટલા મોટા ગજાના ખેલાડીને તેની કારકિર્દીના અંતે યોગ્ય વિદાય ન મળી તેનો રંજ આજે પણ તેના શબ્દોમાં વર્તાય છે.

યુવરાજ સિંહના આ નિવેદને ફરી એકવાર ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓ અને મેનેજમેન્ટ વચ્ચેના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. ચાહકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જે ખેલાડીએ કેન્સર સામે લડીને ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો, તેની સાથે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ સીધી વાત કેમ ન કરી? યુવીના આ ખુલાસાએ ડ્રેસિંગ રૂમની અંદરની કડવી વાસ્તવિકતાને જગજાહેર કરી દીધી છે.