April 1, 2026
સ્પોર્ટ્સ

15 વર્ષની ઉંમરે રચશે ઈતિહાસ! શું જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરશે વૈભવ સૂર્યવંશી?

04:25:00 PM
Save
Apr 1, 2026
Share :
<p>15 વર્ષની ઉંમરે રચશે ઈતિહાસ! <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરશે વૈભવ સૂર્યવંશી?</strong></span></p>

ભારતીય ક્રિકેટ જગતમાં હાલ એક જ નામની ચર્ચા છે અને તે છે 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશી. આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કરી રહેલા વૈભવને આગામી જુલાઈ મહિનામાં યોજાનારા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. બીસીસીઆઈ આ પ્રવાસ દરમિયાન સિનિયર ખેલાડીઓને આરામ આપીને નવી બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાનું આયોજન કરી રહી છે. ટીમ ઈન્ડિયા જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 23 જુલાઈએ, બીજી 25 જુલાઈએ અને અંતિમ મેચ 26 જુલાઈએ હરારેમાં રમાશે.

આ ટૂંકા પ્રવાસ માટે પસંદગીકારો વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓને તક આપીને ભવિષ્યની ટીમ તૈયાર કરવા પર ભાર મૂકી શકે છે. વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં જ તેનો 15મો જન્મદિવસ ઉજવ્યો છે, જેના કારણે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના વય સંબંધિત નિયમો તેના આડે આવશે નહીં. આ 15 વર્ષીય ડાબોડી બેટર જે રીતે આક્રમક બેટિંગ કરી રહ્યો છે, તે જોતા તેને ખૂબ જ નાની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર આપવાની યોજના ઘડાઈ રહી છે. વૈભવે આઈપીએલની વર્તમાન સિઝનમાં આક્રમક અડધી સદી સાથે જે રીતે શરૂઆત કરી છે, તેનાથી પસંદગીકારો પ્રભાવિત થયા છે.

ઝિમ્બાબ્વે પહેલા ભારત આયર્લેન્ડ સામે પણ શ્રેણી રમવાનું છે. જો પસંદગીકારો વહેલી તક આપવા માંગતા હોય, તો વૈભવનું ડેબ્યૂ આયર્લેન્ડની ધરતી પર પણ થઈ શકે છે, પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસમાં તેની પસંદગી થવાની શક્યતા સૌથી વધુ છે. વૈભવ સૂર્યવંશીએ અંડર- ક્રિકેટમાં આફ્રિકન પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઝિમ્બાબ્વેની પીચો અને વાતાવરણથી તે પહેલેથી જ વાકેફ હોવાથી, પસંદગીકારો તેને ત્યાં મોકલવા માટે વધુ આશાવાદી છે. જો તેને તક મળશે, તો તે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી નાની વયે ડેબ્યૂ કરનારા ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવી લેશે.