April 1, 2026
ગુજરાત

મોતીબા આશ્રમના હત્યાકાંડમાં 22 વર્ષે ન્યાય: લુંટના ઈરાદે ચારની હત્યા કરનાર દંપતીને 'અંતિમ શ્વાસ' સુધીની જેલ

03:28:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">મોતીબા આશ્રમના હત્યાકાંડમાં 22 વર્ષે ન્યાય:</span> લુંટના ઈરાદે ચારની હત્યા કરનાર દંપતીને 'અંતિમ શ્વાસ' સુધીની જેલ</strong></p>

ગંભીર ગુનાઓમાં ન્યાય મળતા ભલે સમય લાગે, પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે અને તે ગુનેગારો સુધી પહોંચી જ જાય છે. ધાર્મિક આશ્રમો જેવા પવિત્ર સ્થળોએ લૂંટના ઇરાદે આચરવામાં આવતી હિંસા સમાજ માટે કલંકરૂપ છે. બે દાયકા જૂના ચાર-ચાર વ્યક્તિઓની ક્રૂર હત્યાના કેસમાં કોર્ટે જે કડક વલણ અપનાવ્યું છે, તે ગુનેગારોમાં ફાળ પાડવા માટે પૂરતું છે.

મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા ઉંટવા ગામની સીમમાં વર્ષ 2004માં બનેલી ચકચારી ચતુષ્કોણીય હત્યાના કેસમાં મહેસાણાની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મોતીબા આશ્રમમાં લૂંટ ચલાવી ચાર નિર્દોષ લોકોની ઘાતકી હત્યા કરનાર આરોપી પતિ-પત્નીને અદાલતે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 2004માં ઉંટવા ગામના મોતીબા આશ્રમમાં લૂંટના ઈરાદે ત્રાટકેલા આરોપી ગોવિંદસિંગ અને તેની પત્ની રાજકુમારીએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. આરોપીઓએ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે આશ્રમના ટ્રસ્ટી ચિમનલાલ, માતાજી સમતાનંદ, કોન્ટ્રાક્ટર મોહનભાઈ અને સેવક કરમણભાઈ પર ઘાતકી હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા બાદ આરોપીઓ આશ્રમમાંથી ઘરેણાં અને અન્ય સામગ્રી મળી કુલ ₹1,69,750 ની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

કોર્ટનો કડક ચુકાદો

આ કેસ મહેસાણાના ૫મા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. 22 વર્ષ બાદ તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને ન્યાયાધીશે આરોપી ગોવિંદસિંગ અને તેની પત્ની રાજકુમારીને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે માનવતાના ધોરણે પણ કોઈ દયા રાખ્યા વગર બંનેને 'અંતિમ શ્વાસ સુધીની સખત કેદ' ની સજા સંભળાવી છે. આ ઉપરાંત બંને આરોપીઓને ₹50,000 -50,000 દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ આકરા ચુકાદાથી મૃતકોના પરિવારોમાં વર્ષો બાદ ન્યાય મળ્યાનો સંતોષ જોવા મળી રહ્યો છે. કાયદાકીય વર્તુળોમાં પણ આ કેસની સજાની જોગવાઈ ચર્ચાનો વિષય બની છે.