April 1, 2026
ગુજરાત

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: રાજ્યના 35 DySP કક્ષાના અધિકારીઓને સોંપાઈ વધારાની મહત્વની જવાબદારી

04:25:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: </strong></span>રાજ્યના 35 DySP કક્ષાના અધિકારીઓને સોંપાઈ વધારાની મહત્વની જવાબદારી</p>

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં વહીવટી સુધારો લાવવાના હેતુથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા DySP (નાયબ પોલીસ અધિક્ષક) કક્ષાના 35 જેટલા અધિકારીઓની આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફારથી પોલીસ વિભાગના આંતરિક માળખામાં મોટી હલચલ જોવા મળી રહી છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, નિયુક્ત કરવામાં આવેલા તમામ DySP અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી જવાબદારીઓ સંભાળી લેવા આદેશ કરવામાં આવ્યો છે.

આ અધિકારીઓ તેમના વર્તમાન હોદ્દાની કામગીરીની સાથે સાથે સોંપવામાં આવેલા વધારાના ચાર્જ પર પણ દેખરેખ રાખશે. આ આદેશમાં મુખ્યત્વે SC/ST સેલમાં ફરજ બજાવતા અધિકારીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે-તે જિલ્લાના SC/ST સેલના DySP અધિકારીઓને હવે વિવિધ ડિવિઝનના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર તરીકેનો વધારાનો કાર્યભાર સોંપાયો છે. આ નિર્ણય પાછળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો હેતુ રહેલો છે. ગૃહ વિભાગના આ આદેશની અસર રાજ્યના મોટાભાગના મહત્વના જિલ્લાઓમાં જોવા મળશે.

સુરત, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, સાબરકાંઠા, મહેસાણા અને અમરેલી સહિતના જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ અથવા કાર્યભાર ધરાવતી જગ્યાઓ પર હવે નવા અધિકારીઓ વધારાની સેવાઓ આપશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે પોલીસ વિભાગમાં કરવામાં આવેલા આ ફેરફારને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

જોકે, ગૃહ વિભાગે તેને નિયમિત વહીવટી પ્રક્રિયા ગણાવી છે, પરંતુ ૩૫ જેટલા અધિકારીઓને એકસાથે નવી જવાબદારી સોંપવા પાછળ ચૂંટણીલક્ષી આયોજન પણ હોઈ શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.લાંબા સમયથી કેટલીક જગ્યાઓ પર જગ્યા ખાલી હોવાને કારણે અથવા વધારાના કામના બોજને કારણે વહીવટી કામગીરી ધીમી પડી હતી. 35 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાતા હવે તપાસના કામો અને વહીવટી ફાઈલોના નિકાલમાં ગતિ આવશે તેવું માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસિંગ વધુ સઘન બનશે.

એકસાથે 35 જેટલા ઉચ્ચ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપાતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. ગૃહ વિભાગના આ નિર્ણય બાદ હવે આગામી દિવસોમાં વધુ કેટલાક આઈપીએસ અધિકારીઓની બદલીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. હાલમાં તમામ જિલ્લા પોલીસ વડાઓને આ યાદી મુજબ અમલવારી કરવા સૂચના આપી દેવામાં આવી છે.