April 9, 2026
બોલિવૂડ

આ વીકેન્ડમાં OTT અને થિયેટર્સમાં 7 ફિલ્મો-સિરીઝની બોલબાલા, ફુલ એન્ટરટેઈનમેન્ટની ગેરંટી

12:00:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">આ વીકેન્ડમાં OTT અને થિયેટર્સમાં 7 ફિલ્મો-સિરીઝની બોલબાલા</span>, ફુલ એન્ટરટેઈનમેન્ટની ગેરંટી</p>

એપ્રિલનો બીજો શુક્રવાર સિનેપ્રેમીઓ માટે ખૂબ જ ધમાકેદાર સાબિત થવાનું છે. ‘ધુરંધર-2’ પછી આ અઠવાડિયે થિયેટર્સમાં ‘ડકૈત’ આવી રહ્યું છે, તો બીજી તરફ OTT પ્લેટફોર્મ પર સસ્પેન્સ, એક્શન, રોમાન્સ અને કોમેડીથી ભરપૂર ફિલ્મો અને સિરીઝની બોલતી આવી રહી છે. વીકેન્ડને બોરિંગ થવા ન દેવા માટે તૈયાર થઈ જાઓ, અહીં છે 10 એપ્રિલે રિલીઝ થનારી તમામ મોટી રિલીઝની લિસ્ટ:

ઓ રોમિયો (O Romeo)
શાહિદ કપૂર OTT પર પરત આવી રહ્યા છે. વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલી આ ફિલ્મ હવે ડિજિટલ પ્રીમિયર માટે તૈયાર છે. તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ હુસૈન જૈદીની કિતાબ ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના એક અધ્યાય પર આધારિત છે.  
રિલીઝ તારીખ: 10 એપ્રિલ  
પ્લેટફોર્મ: અમેઝોન પ્રાઈમ વીડિયો  
જોનર: ગેંગસ્ટર ડ્રામા

ડકૈત (Dacoit)
‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના નિર્દેશક અનુરાગ કશ્યપ આ વખતે અભિનેતા તરીકે સ્ક્રીન પર આવી રહ્યા છે. એક ડાકુની લવ સ્ટોરી પર આધારિત આ એક્શન-રોમાન્સ ડ્રામામાં મૃણાલ ઠાકુર અને અદિવિ શેષ મુખ્ય ભૂમિકામાં છે. નિર્દેશન: શાનેઈલ દેવ.  
રિલીઝ તારીખ: 10 એપ્રિલ  
પ્લેટફોર્મ: થિયેટર્સ  
જોનર: એક્શન-રોમાન્સ ડ્રામા

મેં વો અને ફુજી (Main Woh Aur Fuji) 
મરાઠી રોમેન્ટિક ડ્રામા. એક યુવાન દંપતીની વાર્તા, જેમનો સંબંધ તેમની અભિલાષાને કારણે તૂટી જાય છે. વર્ષો પછી જાપાનમાં તેમની મુલાકાત થાય છે અને અતીતના નિર્ણયો પર ખુલ્લી ચર્ચા થાય છે.  
રિલીઝ તારીખ: 10 એપ્રિલ  
પ્લેટફોર્મ: સોની લિવ (SonyLiv)  
જોનર: રોમેન્ટિક ડ્રામા

થ્રેશ (Thrash)
એક સર્વાઈવલ થ્રિલર. એક નાના કસબાને વિનાશકારી તોફાન તબાહ કરી નાખે છે. ત્યારે લોકોએ અંગત મુદ્દાઓ ભૂલીને એકજુટ થઈને સર્વાઈવ કરવાનો સંઘર્ષ કરવો પડે છે. હોલીવુડ અભિનેત્રીઓ ફીબી ડાયનેવર અને વ્હિટની પીક સહિતના કલાકારો.  
રિલીઝ તારીખ: 10 એપ્રિલ  
પ્લેટફોર્મ: નેટફ્લિક્સ (Netflix)  
જોનર: સર્વાઈવલ થ્રિલર

તું યા મેં (Tu Yaa Main)
શનાયા કપૂર અને આદર્શ ગૌરવ સ્ટારર આ સર્વાઈવલ થ્રિલર. બે ઈન્ફ્લુએન્સર્સ એક સારું કન્ટેન્ટ બનાવવા નીકળે છે, પરંતુ તેમની સામે જાનલેવા મુશ્કેલીઓ આવી પડે છે.  
રિલીઝ તારીખ: 10 એપ્રિલ  
પ્લેટફોર્મ: નેટફ્લિક્સ (Netflix)  
જોનર: સર્વાઈવલ થ્રિલર

થાઈ કિઝવી (Thaai Kizhavi)
રાધિકા સરથકુમાર સ્ટારર તમિલ કોમેડી ફિલ્મ. તેમનું દમદાર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. હવે થિયેટર પછી ઘરે બેઠાં આનંદ માણી શકાશે.  
રિલીઝ તારીખ: 10 એપ્રિલ  
પ્લેટફોર્મ: જિયો હોટસ્ટાર (Jio Hotstar)  
જોનર: કોમેડી

કાકી સર્કસ (Kaakkee Circus)
તમિલ વેબ સિરીઝ. પોલીસ અને ચોર વચ્ચેની મજેદાર ચૂહા-બિલ્લીની રમત. એક ચોર જાતે જ જેલમાં ઘૂસી જાય છે અને ત્યારબાદ રહસ્યમય તપાસ અને ટ્વિસ્ટ્સની શરૂઆત થાય છે.  
રિલીઝ તારીખ: 10 એપ્રિલ  
પ્લેટફોર્મ: ZEE5  
જોનર: મિસ્ટ્રી થ્રિલર

આ વીકેન્ડ તમારા માટે સસ્પેન્સ, એક્શન, રોમાન્સ અને હાસ્યથી ભરપૂર છે. કઈ ફિલ્મ કે સિરીઝ પહેલા જોશો? કોમેન્ટમાં જણાવજો!