April 1, 2026
સ્પોર્ટ્સ

RCBની માલિકી બદલાઈ: ચાર દિગ્ગજ ગ્રુપ્સે ₹16,706 કરોડમાં ખરીદી ટીમ

04:24:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">RCBની માલિકી બદલાઈ:</span> ચાર દિગ્ગજ ગ્રુપ્સે ₹16,706 કરોડમાં ખરીદી ટીમ</strong></p>

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર રમત નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ બિઝનેસ હબ બની ગયું છે. ટીમોના મૂલ્યાંકનમાં જે રીતે તોતિંગ વધારો થઈ રહ્યો છે, તે જોતા આઈપીએલની ફ્રેન્ચાઇઝી ખરીદવી એ વિશ્વના દિગ્ગજ બિઝનેસ ગ્રુપ્સ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. તાજેતરમાં થયેલી ડીલ્સ દર્શાવે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) જેવી લોકપ્રિય ટીમો હવે વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ક્લબ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જે ભારતીય ક્રિકેટના વધતા આર્થિક કદનો પુરાવો છે.

ક્રિકેટ જગત અને બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આઈપીએલની સૌથી લોકપ્રિય અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ Royal Challengers Bengaluru (RCB) હવે નવા માલિકોના હાથમાં સોંપાઈ ગઈ છે. મંગળવારે, 24 માર્ચ, 2026 ના રોજ થયેલી આ ઐતિહાસિક ડીલમાં આદિત્ય બિરલા ગ્રુપ સહિત ચાર મોટા બિઝનેસ હાઉસિસે મળીને આ ટીમને અંદાજે 1.78 બિલિયન ડોલર (આશરે 16,706 કરોડ રૂપિયા) માં ખરીદી લીધી છે.

એક જ દિવસમાં બે મોટી ટીમોના સોદા

આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર 24 કલાકની અંદર આઈપીએલની બે મોટી ટીમોના માલિક બદલાયા છે. અગાઉ રાજસ્થાન રોયલ્સને અમેરિકન બિઝનેસમેન દ્વારા અંદાજે 15,000 કરોડમાં ખરીદવામાં આવી હતી, ત્યારબાદ હવે આરસીબીના આ મોટા સોદાએ બજારમાં ગરમાવો લાવી દીધો છે.

નવું મેનેજમેન્ટ માળખું

આ ડીલ મુજબ, યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડે તેની 100% ભાગીદારી નવા કન્સોર્ટિયમને ટ્રાન્સફર કરી છે. નવી માલિકી હેઠળ સંચાલન નીચે મુજબ રહેશે:

આર્યમાન વિક્રમ બિરલા (Aditya Birla Group): ચેરમેન

સત્યાન ગજવાની (Times of india Group): વાઇસ ચેરમેન

ડેવિડ બ્લિટ્ઝર (Bolt Ventures) અને વાયરલ પટેલ (Blackstone): ભાગીદારો

આ ડીલ માત્ર મેન્સ આઈપીએલ ટીમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં WPL (Women's Premier League) ની ટીમનો પણ સમાવેશ થાય છે.

ગ્લોબલ બ્રાન્ડ બનાવવાનું લક્ષ્ય

આ સોદા બાદ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, આરસીબી જેવી ટીમ સાથે જોડાવું એ ગર્વની વાત છે અને તેઓ આ વારસાને વધુ મજબૂત બનાવશે. જ્યારે સત્યાન ગજવાનીએ આરસીબીને 'ગ્લોબલ સ્પોર્ટ્સ બ્રાન્ડ' બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જોકે, આ ડીલને હજુ BCCI અને રેગ્યુલેટરી ઓથોરિટીઝની અંતિમ મંજૂરી મળવાની બાકી છે.

આ નવા ફેરફાર બાદ 'Play Bold' ના નારા સાથે મેદાનમાં ઉતરતી આરસીબી આગામી સિઝનમાં નવા ક્લેવર અને નવા મેનેજમેન્ટ સાથે જોવા મળશે.