April 1, 2026
ગુજરાત

અમદાવાદમાં પત્નીની બેવફાઈ અને માનસિક ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત, સુસાઈડ નોટમાં વ્યક્ત કરી હૃદયદ્રાવક વ્યથા

04:24:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong>અમદાવાદમાં પત્નીની બેવફાઈ અને માનસિક ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સુસાઈડ નોટમાં વ્યક્ત કરી હૃદયદ્રાવક વ્યથા</span></strong></p>

લગ્નજીવન એ વિશ્વાસ અને સાથ-સહકારનો પાયો છે, પરંતુ જ્યારે આ પાયો જ અનૈતિકતા અને માનસિક ત્રાસથી હચમચી જાય ત્યારે અત્યંત ગંભીર પરિણામો આવે છે. આવી સ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન કે સામાજિક ટેકાના અભાવે વ્યક્તિ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરે છે, જે માત્ર એક જીવન જ નહીં પણ નિર્દોષ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલી દે છે.

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના અનૈતિક સંબંધો અને પિયર પક્ષના ત્રાસથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે જીવન ટૂંકાવી લીધું છે. સુંદરવન ફ્લેટમાં રહેતા દશરથભાઈ દેસાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતકે મરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં પત્નીના અન્ય પુરુષો સાથેના સંબંધો અને બાળકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

મોબાઈલ કોલ ડિટેલ્સે ખોલ્યો પત્નીનો પર્દાફાશ

દશરથભાઈ અને ભગવતીબેનના લગ્નને 15 વર્ષ થયા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી પત્નીના વર્તન પર શંકા જતા દશરથભાઈએ મોબાઈલનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. જેમાં પત્નીના અનેક પુરુષો સાથેના શારીરિક સંબંધોની જાણ થઈ હતી. દશરથભાઈએ આક્ષેપ કર્યો છે કે પત્ની સંતાનોની હાજરીમાં જ બેડરૂમમાં પરપુરુષો સાથે અનૈતિક કૃત્યો કરતી હતી અને બાળકો બહાર હોલમાં ટીવી જોતા રહેતા હતા.

સુસાઈડ નોટના ગંભીર આક્ષેપો

મૃતકે અંતિમ પત્રમાં પત્નીના પ્રેમીઓના નામ જોગ ઉલ્લેખ કર્યો છે અને પોતાની મજબૂરી વર્ણવી છે. પત્નીએ પતિને જાણ કર્યા વગર ઘરના સોનાના દાગીના ગીરવે મૂકી દીધા હતા અને આશરે 25 લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા. પત્નીના ભાઈઓ સતત દશરથભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. તેમજ પત્નીએ એક વર્ષ સુધી બાળકોને શાળાએ પણ મોકલ્યા નહોતા અને ઘરની જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન હતી.

બાળકો અને પરિવાર પાસે માગી માફી

દશરથભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, "હું મારા બાળકોને બહુ પ્રેમ કરું છું, રુદ્ર અને લક્ષ્મી મને માફ કરજો, પપ્પા હવે નહીં જીવી શકે." તેમણે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમના બાળકોની જવાબદારી તેમના નાના ભાઈ અને માતાને સોંપવામાં આવે. સાથે જ તેમણે પોતાની પત્નીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

પોલીસ કાર્યવાહી

રાણીપ પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને તપાસ તેજ કરી છે. પોલીસે પત્ની ભગવતીબેન અને તેના પિયર પક્ષના સભ્યો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.