April 4, 2026
રાજનીતિ

આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાટણમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

02:22:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><strong>આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પાટણમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી</span></strong></p>

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારોની બીજી યાદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાં જ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અને રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે.

પાટણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો 

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી આ નવી યાદી મુજબ, પાટણ જિલ્લા પંચાયતની મહત્વની ગણાતી બાલીસાણા બેઠક પરથી રાણાજી સોમાજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પાટણ નગરપાલિકાની વાત કરીએ તો, નગરપાલિકાના વોર્ડ નંબર 5 માટે હિતેશભાઈ પટેલ અને વોર્ડ નંબર 10 માટે મનુભાઈ ઠક્કરને પક્ષે પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત

તાલુકા પંચાયતની બેઠકો પર પણ પાર્ટીએ પોતાના મજબૂત ઉમેદવારો જાહેર કર્યા છે. પાટણ તાલુકા પંચાયત હેઠળ આવતી મણુંદ બેઠક પરથી દિનુજી લક્ષ્મણજી વાઘેલા, સંડેર બેઠક પરથી જ્યોત્સનાબેન ઠાકોર, સંખારી બેઠક પરથી તબ્બસુમ હારૂનભાઈ મનસુરી અને બાલીસાણા-1 બેઠક પરથી વિપુલભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, સરસ્વતી તાલુકા પંચાયતમાં વામૈયા બેઠક પરથી સેધૂભા એસ. દરબાર, અઘાર બેઠક પરથી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા અને અજીમણા બેઠક પરથી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિના નામો પર મહોર મારવામાં આવી છે.

બાકીની બેઠકો માટે ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર થશે

આમ આદમી પાર્ટી દ્વારા ધીમે ધીમે પોતાના ઉમેદવારોના પત્તા ખોલવામાં આવી રહ્યા છે, જેનાથી સ્થાનિક કક્ષાએ અન્ય રાજકીય પક્ષોમાં પણ હલચલ જોવા મળી રહી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લાની બાકી રહેલી અન્ય બેઠકો માટે પણ ઉમેદવારોના નામો અંગે આખરી મંથન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આગામી યાદી પણ જાહેર કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામોની જાહેરાત થતા જ હવે આગામી દિવસોમાં ડોર-ટુ-ડોર પ્રચાર વધુ વેગવંતો બનવાની પૂરી શક્યતાઓ છે.