April 1, 2026
બોલિવૂડ

અભિષેક બચ્ચનનો સ્વેગ! ડબલ વોચ લુકમાં એક્ટરને જોઈ ફેન્સને યાદ આવ્યો જૂનો બોલિવૂડ ટ્રેન્ડ

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p>અભિષેક બચ્ચનનો સ્વેગ! <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ડબલ વોચ લુકમાં એક્ટરને જોઈ ફેન્સને યાદ આવ્યો જૂનો બોલિવૂડ ટ્રેન્ડ</strong></span></p>

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનનો તાજેતરમાં એક અનોખો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે બંને હાથમાં ઘડિયાળ પહેરેલો જોવા મળે છે. લોકો તેને માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ માની રહ્યા હતા, પરંતુ તેની પાછળ બચ્ચન પરિવારની એક અત્યંત ભાવુક અને વર્ષો જૂની પરંપરા છુપાયેલી છે. માતા જયા બચ્ચનથી શરૂ થયેલો આ ટ્રેન્ડ આજે અભિષેક માટે તેના બોર્ડિંગ સ્કૂલના દિવસોની યાદો અને પારિવારિક જોડાણનું પ્રતીક બની ગયો છે. ક્લાસિક લુકની ભારે ચર્ચા થઈ રહી છે. કાળા રંગના આઉટફિટમાં અભિષેક અત્યંત હેન્ડસમ દેખાતા હતા, પરંતુ આ ઇવેન્ટમાં લોકોનું સૌથી વધુ ધ્યાન અભિષેકના કાંડા પર રહેલી ઘડિયાળોએ ખેંચ્યું હતું.

સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થતા જ ચાહકોમાં કુતૂહલ જાગ્યું છે. સામાન્ય રીતે લોકો એક હાથમાં ઘડિયાળ પહેરતા હોય છે, પરંતુ અભિષેક બચ્ચન બંને હાથમાં ઘડિયાળ પહેરેલા જોવા મળ્યા હતા. તેમણે એક હાથમાં સોનેરી (ગોલ્ડન) અને બીજા હાથમાં કાળા રંગની ઘડિયાળ પહેરી હતી. આ સ્ટાઇલ પાછળ એક ઊંડું ભાવનાત્મક કારણ છુપાયેલું છે. અભિષેક બચ્ચને પોતે જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ અનોખો ટ્રેન્ડ તેમની માતા જયા બચ્ચન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ કોઈ દેખાદેખી નહીં, પરંતુ અંતર જાળવવા અને સંપર્કમાં રહેવા માટેનો એક રસ્તો હતો, જયા બચ્ચને જ્યારે આ પદ્ધતિ અપનાવી, ત્યારે તે સમય જતાં આખા પરિવારની ઓળખ બની ગઈ. પત્ની જયા બચ્ચનની આ પ્રેમાળ આદત અને તેની પાછળનું લોજિક અમિતાભ બચ્ચનને પણ ખૂબ ગમ્યું હતું.

સમય જતાં, બિગ બીએ પણ બંને હાથમાં ઘડિયાળ પહેરવાનું શરૂ કર્યું.આજે અભિષેક પણ તે જ પરંપરાને આગળ વધારી રહ્યો છે, બચ્ચન પરિવાર અત્યાધુનિક હોવા છતાં તેમના મૂળ અને સંસ્કારો સાથે જોડાયેલો છે. શરૂઆતમાં લોકો આ લુકને માત્ર એક સ્ટાઇલ માનતા હતા, પરંતુ તેની પાછળની આ ભાવુક કહાની જાણીને ફેન્સ અભિષેક અને બચ્ચન પરિવારની પ્રશંસા કરી રહ્યા છે. અભિષેક બચ્ચનનો આ લુક હવે માત્ર ફેશન સ્ટેટમેન્ટ નથી, પણ માતા-પિતા પ્રત્યેના આદર અને પારિવારિક મૂલ્યોનું પ્રતીક બની ગયો છે.