April 1, 2026
ભારત

કર્ણાટકના શિવમોગામાં અકસ્માત: 40 મુસાફરો ભરેલી બસ પુલ પરથી નીચે લટકી, 10 થી વધુ ઘાયલ

08:19:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કર્ણાટકના શિવમોગામાં અકસ્માત: </span>40 મુસાફરો ભરેલી બસ પુલ પરથી નીચે લટકી, 10 થી વધુ ઘાયલ</strong></p>

માર્ગ અકસ્માતો ઘણીવાર મોટી જાનહાનિ નોતરતા હોય છે, પરંતુ ક્યારેક કુદરતની મહેરબાનીથી ચમત્કારિક બચાવ પણ જોવા મળે છે. કર્ણાટકના શિવમોગામાં એક ખાનગી બસ પુલ પરથી નીચે ખાબકતા અટકી જઈને લટકી ગઈ હતી. મુસાફરોથી ભરેલી બસ જ્યારે હવામાં લટકતી હતી ત્યારે અંદર સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. એક મોટી હોનારત ટળતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

કર્ણાટક રાજ્યના શિવમોગા જિલ્લામાં એક મોટી બસ દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે. મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ચાલકે કાબૂ ગુમાવતા પુલની રેલિંગ તોડીને નીચે લટકી પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈનો જીવ ગયો નથી, પરંતુ અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ઘટનાની વિગત:

આ અકસ્માત શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના વીરપુરા ગામ પાસે આવેલા કાગેહલ્લા વિસ્તારમાં બન્યો હતો. એક ખાનગી બસ દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીથી ભદ્રાવતી તરફ જઈ રહી હતી. બસમાં આશરે 40 થી વધુ મુસાફરો સવાર હતા. અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પુલની રેલિંગ સાથે જોરદાર ભટકાઈ હતી અને અડધી બસ પુલની બહાર હવામાં લટકી ગઈ હતી.

ઇજાગ્રસ્તોની હાલત:

બસે કાબૂ ગુમાવતા જ મુસાફરોમાં ચીસાચીસ અને અફરા-તફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 10 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે બસ સંપૂર્ણપણે નીચે ન ખાબકતા મોટો જીવલેણ અકસ્માત ટળ્યો હતો.

પોલીસ કાર્યવાહી:

ઘટનાની જાણ થતા જ ભદ્રાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.