April 1, 2026
ગુજરાત

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની વણઝાર: 24 કલાકમાં 3 ઘટનાઓ

02:47:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><strong>સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની વણઝાર: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">24 કલાકમાં 3 ઘટનાઓ</span></strong></p>

ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસ સાથે હાઇવે ફોરલેન બની રહ્યા છે, જે મુસાફરીનો સમય ઘટાડે છે. પરંતુ સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પરની સ્થિતિ જોતા લાગે છે કે આ સુવિધા હવે જોખમનું કારણ બની રહી છે. વાહનોની અનિયંત્રિત ગતિ (Over-speeding) અને ટ્રાફિક નિયમોના અભાવે આ માર્ગ હવે 'ડેથ ઝોન' માં પરિવર્તિત થઈ રહ્યો છે. માત્ર 24 કલાકમાં બનેલી ત્રણ મોટી ઘટનાઓ વહીવટી તંત્ર અને વાહનચાલકો બંને માટે લાલબત્તી સમાન છે.

ગેથળા હનુમાન પાસે હિટ-એન્ડ-રન જેવી સ્થિતિ

હાઇવે પર ગેથળા હનુમાનજી મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવારને જોરદાર અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક સવાર ફંગોળાઈને રોડ પર પટકાયો હતો, જ્યારે કાર બેકાબૂ બનીને બાજુની ગટરમાં ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

ઝમર પાસે કાર નાળામાં ખાબકી

અન્ય એક કિસ્સામાં, ઝમર ગામની સીમમાં પસાર થતી એક કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા નાળામાં પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.

લખતર પાસે આઇશર ગાડીનો અકસ્માત

ત્રીજી ઘટના લખતર નજીક એક ખાનગી કંપની પાસે બની હતી. અહીં એક આઇશર ટ્રક અચાનક માર્ગની બાજુમાં આવેલી ગટરમાં ખાબક્યો હતો. ડ્રાઇવરની સમયસૂચકતા અથવા નસીબજોગે આ અકસ્માતમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.