April 10, 2026
બોલિવૂડ

ડોક્ટર બનીને પિરિયડ્સને 'બહાનું' ગણાવ્યું? અભિનેત્રી શ્રીલીલાના નિવેદન પર ઉઠ્યા સવાલો

12:02:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ડોક્ટર બનીને પિરિયડ્સને </strong></span>'બહાનું' ગણાવ્યું? અભિનેત્રી શ્રીલીલાના નિવેદન પર ઉઠ્યા સવાલો</p>

શું પિરિયડ્સની પીડા માત્ર એક 'બહાનું' છે? અભિનેત્રી શ્રીલીલાએ આપેલા એક નિવેદન બાદ આ સવાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમાન અધિકારો માટે શારીરિક તકલીફો વેઠવાની શિખામણ આપવી શ્રીલીલાને ભારે પડી રહી છે. ડોક્ટર હોવા છતાં પિરિયડ્સ દરમિયાન કામ કરવાની અનિવાર્યતા પર ભાર મૂકતા શ્રીલીલાને યુઝર્સ યાદ અપાવી રહ્યા છે કે દરેક મહિલાની શારીરિક સહનશક્તિ એકસમાન હોતી નથી. દક્ષિણ ભારત અને બોલિવૂડની ઉભરતી અભિનેત્રી શ્રીલીલા હાલમાં તેના એક ચોંકાવનારા નિવેદનને કારણે વિવાદોના વમળમાં ફસાઈ છે. મહિલાઓના પિરિયડ્સ અંગે કરેલી ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની ભારે ટીકા કરી રહ્યા છે અને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

શ્રીલીલાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે જો મહિલાઓ પુરુષો સાથે બરોબરી અને સમાન અધિકારોની વાત કરતી હોય, તો તેમણે નાની-મોટી શારીરિક તકલીફો વેઠીને પણ કામ કરવું જોઈએ. તેણે ઉમેર્યું હતું કે મહિલાઓ કામના સ્થળે પિરિયડ્સના બહાના કાઢે તે બિલકુલ યોગ્ય નથી. પોતાની ફિલ્મ વિશે વાત કરતા શ્રીલીલાએ દાવો કર્યો હતો કે તેણે પોતે પિરિયડ્સ દરમિયાન પણ અનેક મુશ્કેલ શૂટિંગ શિડ્યુલ્સ પૂરા કર્યા છે. તેના મતે, મહિલાઓએ પોતાની શારીરિક કે માનસિક સ્થિતિને આગળ ધરીને કામમાં છૂટછાટની અપેક્ષા રાખવી જોઈએ નહીં. આ વિવાદ વધુ ઉગ્ર એટલા માટે બન્યો છે કારણ કે શ્રીલીલા પોતે એક ક્વોલિફાઈડ ડોક્ટર છે.

યુઝર્સે શ્રીલીલાને આડે હાથ લેતા કહ્યું હતું કે દરેક સ્ત્રીને પિરિયડ્સ દરમિયાન એકસરખો અનુભવ કે પીડા હોતી નથી. ઘણા કિસ્સામાં આ શારીરિક પીડા અસહ્ય હોય છે, અને તેને માત્ર 'બહાનું' ગણાવવું એ સ્ત્રીત્વનું અપમાન છે. સોશિયલ મીડિયા પર લોકો તેને 'અસંવેદનશીલ' ગણાવી રહ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે સમાનતા અને સ્વાસ્થ્ય એ બે અલગ બાબતો છે.

પિરિયડ્સ દરમિયાન આરામ માંગવો એ નબળાઈ નથી, પરંતુ સ્વાસ્થ્યની જરૂરિયાત છે. શ્રીલીલાને તે સમયે થાક ન લાગતો હોય તે તેનો વ્યક્તિગત અનુભવ હોઈ શકે, પણ તે દરેક મહિલા માટે સમાન હોઈ શકે નહીં.શ્રીલીલાના આ નિવેદને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નવી ચર્ચા છેડી દીધી છે. કામના સ્થળે મહિલાઓને મળતી રજાઓ અને પીરિયડ્સ લીવ વિશે ચાલી રહેલી વૈશ્વિક ચર્ચાઓ વચ્ચે શ્રીલીલાની આ ટિપ્પણીએ તેને મુશ્કેલીમાં મૂકી દીધી હોય તેવું જણાય છે.