બોક્સ ઓફિસનો અસલી 'ધુરંધર' છે આદિત્ય ધર...આંકડા જોઈને તમે પણ કહેશો- 'How's the Josh!'
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક દિગ્ગજ દિગ્દર્શકોએ પોતાની આગવી છાપ છોડી છે, પરંતુ આજના સમયમાં આદિત્ય ધર એક એવા 'હિટ મશીન' તરીકે ઉભરી આવ્યા છે જેમના નામે સફળતાનો 100% રેશિયો છે. ક્રાફ્ટ અને વાર્તા કહેવાની શૈલી માટે જાણીતા આદિત્ય ધરે સાબિત કરી દીધું છે કે જો વિષય મજબૂત હોય તો બોક્સ ઓફિસ પર સુનામી લાવી શકાય છે.
દરેક ફિલ્મે ભારતીય સિનેમાના કમાણીના ગણિતને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.ઐતિહાસિક રીતે જોઈએ તો જેપી દત્તા જેવા સર્જકોએ દેશભક્તિની ફિલ્મો દ્વારા બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવ્યો હતો, પરંતુ હવે આ વારસો આદિત્ય ધર આગળ ધપાવી રહ્યા હોય તેમ લાગે છે. આદિત્ય ધરની પૈટ્રિઓટિક ફિલ્મો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં નામ કમાઈ રહી છે. અત્યાર સુધીના તેમના ટૂંકા પણ અત્યંત પ્રભાવશાળી કરિયરમાં તેમણે માત્ર 3 ફિલ્મો ડાયરેક્ટ કરી છે, જેમાંથી 2 ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને ત્રીજી ફિલ્મ 'ધુરંધર 2' નવા રેકોર્ડ બનાવી રહી છે.
આદિત્ય ધરની કારકિર્દીની ત્રીજી ફિલ્મ 'ધુરંધર: ધ રીવેન્જ' હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર ૩ દિવસના ગાળામાં જ તેણે આદિત્યની પાછલી કોઈપણ ફિલ્મ કરતા વધુ ઝડપી કમાણી કરી છે. આ ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જોતા આદિત્ય ધરના કરિયરનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને તેઓ ગ્લોબલ લેવલના ડાયરેક્ટર બની ગયા છે.
'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' થી ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું, માત્ર 44 કરોડના મર્યાદિત બજેટમાં બનેલી આ ફિલ્મે 342 કરોડથી વધુનું કલેક્શન કરીને આખી ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી હતી. ફિલ્મ 'ધુરંધર' એ બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા હતા. 'ધુરંધર: ધ રીવેન્જ' ને પણ પ્રેક્ષકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રણવીર સિંહ, સંજય દત્ત અને રાકેશ બેદી જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મે રિલીઝના માત્ર 4 દિવસમાં જંગી કલેક્શન કરી લીધું છે.
આદિત્ય ધર માત્ર એક ફિલ્મમેકર નથી પરંતુ બોક્સ ઓફિસના સાચા 'ધુરંધર' છે. તેમની ફિલ્મો પ્રેક્ષકોને ભાવનાત્મક રીતે જોડે છે અને સાથે જ ટેકનિકલી પણ અત્યંત ઉચ્ચ કક્ષાની હોય છે. 'ધુરંધર 2' ની આ સફર ક્યાં જઈને અટકશે તે તો સમય જ કહેશે, પણ અત્યારે તો આદિત્ય ધરનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે.