April 8, 2026
બોલિવૂડ

આદિત્ય ધરની જીત: હાઈકોર્ટે ‘ધુરંધર 2’ ની સ્ક્રિપ્ટ ચોરીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આદિત્ય ધરની જીત: </strong></span>હાઈકોર્ટે ‘ધુરંધર 2’ ની સ્ક્રિપ્ટ ચોરીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં</p>

બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ ની સ્ક્રિપ્ટ કોપી હોવાનો આરોપ લગાવનાર ફિલ્મમેકર સંતોષ કુમાર આરએસને સખત ફટકાર લગાવી છે. અદાલતે એક વચગાળાનો આદેશ જારી કરીને સંતોષ કુમારને આદિત્ય ધર અથવા તેમની ફિલ્મ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની અપમાનજનક કે બદનક્ષીભરી નિવેદનબાજી કરવા પર 16 એપ્રિલ સુધી મનાઈ હુકમ ફરમાવ્યો છે. જસ્ટિસ આરિફ એસ. ડોક્ટરની બેન્ચે નોંધ્યું હતું કે સંતોષ કુમારને નોટિસ મોકલવામાં આવી હોવા છતાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા નહોતા, જેને પગલે કોર્ટે આદિત્ય ધરના પક્ષમાં એકતરફી સ્ટે આપ્યો છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સંતોષ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો કે આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ તેમની રજિસ્ટર્ડ સ્ક્રિપ્ટ ‘ડી સાહેબ’ની નકલ છે.

સંતોષ કુમારે આક્ષેપ કર્યો હતો કે ફિલ્મનું મુખ્ય પાત્ર અને વાર્તાના મૂળ તત્વો તેમની સ્ક્રિપ્ટમાંથી લેવામાં આવ્યા છે. આ આક્ષેપોને કારણે આદિત્ય ધરની વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવી તેમણે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સૌથી મહત્વનું પાસું સ્ક્રિપ્ટ રજિસ્ટ્રેશનની તારીખો છે. આદિત્ય ધરના કાયદાકીય પ્રતિનિધિઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ધરે પોતાની વાર્તા સપ્ટેમ્બર 2023માં જ સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં રજિસ્ટર્ડ કરાવી દીધી હતી. તેની સામે સંતોષ કુમારે પોતાની સ્ક્રિપ્ટ નવેમ્બર 2023માં રજિસ્ટર્ડ કરાવી હોવાનું સામે આવ્યું છે. આમ, સમયરેખા મુજબ આદિત્ય ધરની સ્ક્રિપ્ટ પહેલેથી જ અસ્તિત્વમાં હતી, જે ચોરીના આરોપોને ખોટા સાબિત કરે છે.

આદિત્ય ધર વતી વરિષ્ઠ એડવોકેટ બિરેન્દ્ર સરાફે દલીલ કરી હતી કે સંતોષ કુમાર માત્ર પબ્લિસિટી મેળવવા માટે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. અદાલતમાં જતાં પહેલા આદિત્ય ધરે સંતોષ કુમારને કાયદાકીય નોટિસ મોકલીને માફી માંગવા અને ખોટા નિવેદનો બંધ કરવા જણાવ્યું હતું. જોકે, સંતોષ કુમારે આ નોટિસનો કોઈ જવાબ આપ્યો નહોતો, જેના કારણે અંતે આદિત્ય ધરે કોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા હતા.  હાલ પૂરતું સંતોષ કુમાર પર ‘મોઢું ન ખોલવા’ નો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તેઓ 16 એપ્રિલ સુધી જાહેરમાં કે સોશિયલ મીડિયા પર આ કેસ અંગે કશું બોલી શકશે નહીં. કોર્ટે તેમને હવે પછીની સુનાવણીમાં હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવાની અંતિમ તક આપી છે.