April 1, 2026
બોલિવૂડ

આદિત્ય ધરનો જાદુ: પાકિસ્તાન ગયા વગર 'ધુરંધર'માં ઉભું કર્યું કરાચી, 2 દેશો અને 8 લોકેશન્સ પર થયું શૂટિંગ

03:42:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">આદિત્ય ધરનો જાદુ: </span>પાકિસ્તાન ગયા વગર 'ધુરંધર'માં ઉભું કર્યું કરાચી, 2 દેશો અને 8 લોકેશન્સ પર થયું શૂટિંગ</strong></p>

કોઈપણ ફિલ્મની સફળતા પાછળ માત્ર તેની વાર્તા જ નહીં, પરંતુ તેને પડદા પર રજૂ કરવાની રીત પણ મહત્વની હોય છે. જ્યારે કોઈ ભારતીય ફિલ્મમાં પાડોશી દેશ પાકિસ્તાનનું વાતાવરણ ઉભું કરવાનું હોય, ત્યારે મેકર્સ માટે તે મોટો પડકાર બની જાય છે. આદિત્ય ધરે પોતાની રિસર્ચ ટીમ અને આર્ટ ડિરેક્ટર્સની મદદથી જે રીતે પાકિસ્તાનના ગલી-મહોલ્લાઓ ભારત અને થાઈલેન્ડમાં તૈયાર કર્યા છે, તે ભારતીય સિનેમાની ટેકનિકલ પ્રગતિનો ઉત્તમ નમૂનો છે.

પાકિસ્તાનનું 'લ્યારી' શહેર અને થાઈલેન્ડનું કનેક્શન

ફિલ્મમાં પાકિસ્તાનના કરાચીમાં આવેલું લ્યારી શહેર દર્શાવવામાં આવ્યું છે, જે એક સમયે ગેંગવોર માટે જાણીતું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મનું એક પણ દ્રશ્ય પાકિસ્તાનમાં શૂટ થયું નથી.

મેકર્સ દ્વારા થાઈલેન્ડના બેંગકોકમાં આશરે 6 એકર જમીન પર લ્યારી શહેરનો આબેહૂબ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. અખબારોના કટિંગ્સ અને તસવીરોની મદદથી ભારત અને થાઈલેન્ડના કલાકારોએ મળીને એવી ગલીઓ અને દુકાનો બનાવી જે વાસ્તવિક લ્યારી જેવી જ દેખાતી હતી.

ભારતના વિવિધ લોકેશન્સ પર શૂટિંગ

આદિત્ય ધરે ભારતભરમાં કુલ 8 અલગ-અલગ લોકેશન્સ પર ફિલ્મનું શૂટિંગ કર્યું છે:

મુંબઈ અને ડોમ્બિવલી: રહમાન ડકૈતને બ્રિજ પર પકડવાનો સીન ડોમ્બિવલીમાં શૂટ થયો હતો, જ્યારે સ્પાઈ અને ચેઝિંગ સીન્સ મુંબઈના સ્ટુડિયોમાં ફિલ્માવાયા હતા.

પંજાબ (લુધિયાણા અને અમૃતસર): ફિલ્મના ક્લાઈમેક્સ માટે લુધિયાણામાં રાતોરાત ઘરોની છત પર પાકિસ્તાની ઝંડા લગાવીને પાકિસ્તાન જેવું વાતાવરણ ઉભું કરાયું હતું. ચંદીગઢના સેક્ટર 17 ના અંડરપાસમાં પણ મહત્વના સીન્સ શૂટ થયા છે.

લેહ-લડાખ: અક્ષય ખન્નાનું વાયરલ ગીત 'Fa9la' અને બલોચ કેમ્પની મીટિંગના દ્રશ્યો લડાખની સુંદર વાદીઓમાં ફિલ્માવવામાં આવ્યા છે.

કૌસોલી: હિમાચલના કૌસોલીમાં આવેલી 'ધ લોરેન્સ સ્કૂલ'માં પણ ફિલ્મનો કેટલોક ભાગ શૂટ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની પ્રેક્ષકોનો પ્રતિસાદ

ફિલ્મ પાકિસ્તાનમાં લીક થયા બાદ ત્યાંના લોકો પણ સેટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ તો અમારો જ દેશ હોય તેવું લાગે છે. જોકે, ફિલ્મની વાર્તા અને ભારતીય એજન્ટના પરાક્રમો સામે પાકિસ્તાની પ્રેક્ષકોમાં અસંમતિ જોવા મળી રહી છે. સંજય દત્ત અને અર્જુન રામપાલના એક્શન સીન્સ પણ સાઉથ મુંબઈમાં શૂટ થયા હોવાનું બહાર આવ્યું છે.