April 1, 2026
ક્રાઈમ

અમદાવાદમાં રિક્ષાચાલકની દાદાગીરી : ભુલાભાઈ ચાર રસ્તા પાસે AMTS બસમાં ત્રણ શખ્સોએ તોડફોડ અને ડ્રાઈવર પર કર્યો હુમલો... 

10:05:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદમાં રિક્ષાચાલકની દાદાગીરી : </strong></span>ભુલાભાઈ ચાર રસ્તા પાસે AMTS બસમાં ત્રણ શખ્સોએ તોડફોડ અને ડ્રાઈવર પર કર્યો હુમલો... </p>

અમદાવાદ શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે ટ્રાફિક અને સામાન્ય બોલાચાલીમાં રિક્ષાચાલકોની બેફામ દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની જાહેર પરિવહન સેવા સમાન AMTS બસ જ્યારે પોતાના નિર્ધારિત રૂટ પર પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક રિક્ષાચાલકે બસની આગળ પોતાની રિક્ષા આડી ઉભી રાખી બસને રોકી દીધી હતી. આ વિવાદ જોતજોતામાં એટલો વકર્યો હતો કે રિક્ષાચાલકની સાથે અન્ય ત્રણ જેટલા શખ્સોએ ભેગા મળીને જાહેર રસ્તા પર જ આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.

આ અસામાજિક તત્વોએ આવેશમાં આવીને ફરજ પરના બસ ડ્રાઈવર પર હુમલો કરી તેને  માર માર્યો હતો, જેના કારણે આસપાસના મુસાફરો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હુમલાખોરો આટલેથી જ ન અટકતા, તેમણે બસમાં તોડફોડ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે ભરચક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને બસમાં સવાર મુસાફરો પણ ભયભીત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો નોંધી, ફરાર થયેલા શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.