April 10, 2026
ગુજરાત

અમદાવાદ ભાજપમાં ચૂંટણી પહેલા જ ભડકો : ટિકિટ મુદ્દે ચાંદખેડા વોર્ડના પ્રમુખ સહિતનાં કાર્યકરોમાં ભારે રોષ, રાજીનામા સાથે પહોંચ્યા BJP કાર્યાલય...

05:47:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ ભાજપમાં ચૂંટણી પહેલા જ ભડકો :</strong></span> ટિકિટ મુદ્દે ચાંદખેડા વોર્ડના પ્રમુખ સહિતનાં કાર્યકરોમાં ભારે રોષ, <strong>રાજીનામા સાથે પહોંચ્યા BJP કાર્યાલય...</strong></p>

અમદાવાદ શહેર ભાજપમાં ઉમેદવારોના નામોની ટેલિફોનિક જાણ થતાની સાથે જ આંતરિક અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી ગઈ છે. ખાસ કરીને ચાંદખેડા વોર્ડમાં ટિકિટની વહેંચણીને લઈને સ્થાનિક સંગઠનમાં મોટું ગાબડું પડતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડનારા નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને તાજેતરમાં અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓના સગા-સંબંધીઓને પ્રાધાન્ય આપવામાં આવતા પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદના કેન્દ્રમાં ચાંદખેડા વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હિરેન પરમાર છે, જેઓ પોતાના સાથી કાર્યકરો સાથે સીધા શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવવા પહોંચી ગયા હતા.

હિરેન પરમારનો મુખ્ય આક્ષેપ એ છે કે પક્ષમાં વર્ષોથી સક્રિય એવા 15 થી 20 જેટલા પાયાના કાર્યકરોની દાવેદારીને નજરઅંદાજ કરવામાં આવી છે. આ અસંતોષ પાછળનું મુખ્ય કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા જેંતીલાલ જાદવના પુત્ર યશ જાદવને ટિકિટ આપવાનો નિર્ણય હોવાનું મનાય છે. કાર્યકરોની લાગણી છે કે બહારથી આવેલા નેતાઓના પરિવારજનોને ટિકિટ આપીને પક્ષે જૂના અને વફાદાર કાર્યકરો સાથે અન્યાય કર્યો છે. આ બાબતથી નારાજ થઈને હિરેન પરમાર સહિત 12થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો પોતાના રાજીનામા તૈયાર કરી શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.ભાજપ નેતા હિરેન પરમાર

ભાજપ નેતા હિરેન પરમારે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી ચાંદખેડા વોર્ડમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. સંગઠન દ્વારા તેમને ફરીથી એ જ પદ પર રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ જ્યારે પ્રતિનિધિત્વ કરવાની અને ચૂંટણી લડવાની વાત આવી ત્યારે વર્ષોના અનુભવી કાર્યકરોને બદલે પૂર્વ કોર્પોરેટર જેંતીલાલ જાદવના પુત્ર યશ જાદવને પસંદ કરવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જે કાર્યકરો લાંબા સમયથી પક્ષની વિચારધારા સાથે જોડાઈને પાયાનું કામ કરી રહ્યા છે, તેમની અવગણના સહન કરી શકાય તેમ નથી. આ જ કારણસર તેઓ અન્ય કાર્યકરો સાથે મળીને સંગઠનમાંથી સામૂહિક રાજીનામું આપવા મક્કમ બન્યા છે, જે આગામી સમયમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.