April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

અમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસના ઉમેદવારોમાં ક્યાંક ભારે ઉત્સાહ તો ક્યાંક ભભૂકતો જૂથવાદ, ઉમેદવારો કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા.... 

06:46:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી : </strong></span>કોંગ્રેસના ઉમેદવારોમાં ક્યાંક ભારે ઉત્સાહ તો ક્યાંક ભભૂકતો જૂથવાદ, <strong>ઉમેદવારો કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા.... </strong></p>

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને ક્યાંક આંતરિક વિખવાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરદારનગર અને અસારવા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. બીજી તરફ, દરિયાપુર વોર્ડના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઢોલ-નગારાના ગુંજારવ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ જ પ્રકારે ખોખરા અને અમરાઈવાડીમાં પણ ભાજપના ઉમેદવારોએ શક્તિપ્રદર્શન કર્યું હતું. અહીં ઉમેદવારોએ શ્રી જોગણી માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી, આશીર્વાદ મેળવ્યા બાદ ફટાકડા ફોડીને ભવ્ય રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા પ્રસ્થાન કર્યું હતું, સાથોસાથ સરદાર નગર કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ જામ્યો હતો. 

સરદાર નગર કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા

જોકે, આ ઉત્સાહની વચ્ચે બેહરામપુરા વોર્ડમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ જોવા મળ્યો હતો. પૂર્વ કોર્પોરેટર તસ્લિમ તીર્મિઝીની ટિકિટને લઈને બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. અગમચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તસ્લિમ તીર્મિઝીને પોલીસ જાપતા હેઠળ વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે ફોર્મ ભરવા લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. તીર્મિઝીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા તેમની ટિકિટ કાપવા માટે મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમણે ધારાસભ્યનું નામ લેવાનું ટાળ્યું હતું પરંતુ ચીમકી ઉચ્ચારી હતી કે ચૂંટણી બાદ તેઓ આ ષડયંત્રકારીઓની સામે પડશે.દરિયાપુર વોર્ડ

વધુમાં, તસ્લિમ તીર્મિઝીએ પોતાની સામે થયેલા જમીન કૌભાંડના આક્ષેપોને પણ એક સાજિશ ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ ઉપરવાળા સિવાય કોઈથી ડરતા નથી. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેમને ફોર્મ ભરવાની સૂચના મળી હોવાથી તેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મેન્ડેટ મળી જવાની તેમને પૂરી ખાતરી છે. આમ, એક તરફ કોંગ્રેસના કાર્યકરો ઢોલ-નગારા સાથે જીતના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ બેહરામપુરામાં ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટર વચ્ચેની આ લડાઈએ કોંગ્રેસની શિસ્ત પર સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ આંતરિક કલહની આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર પડે છે.

બેહરામપુરા વોર્ડ