April 1, 2026
ક્રાઈમ

2021 થી ફરાર રાયપુરનો મોસ્ટ વોન્ટેડ હત્યારો અમદાવાદમાં છુપાયો હતો.....ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપ્યો

11:57:00 AM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>2021 થી ફરાર રાયપુરનો મોસ્ટ વોન્ટેડ હત્યારો અમદાવાદમાં છુપાયો હતો.....</strong></span>ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપ્યો</p>

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા વર્ષ 2021માં છત્તીસગઢના રાયપુર ખાતે બનેલી ક્રૂર હત્યા અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને રહેતા મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. રાયપુરના ટીકરાપાડા વિસ્તારમાં રહેતા શકુંતલાબેન યાદવને તેમના મોટા દીકરા અજય યાદવ સાથે મિલકત બાબતે તકરાર ચાલતી હતી. આ વિવાદનો અંત લાવવા શકુંતલાબેન અને તેમના નાના દીકરા અમિત યાદવે અજયને રસ્તામાંથી હટાવવા માટે 4 લાખની સોપારી અજયકુમાર મિશ્રા નામના સિક્યુરિટી ગાર્ડને આપી હતી.

જોકે, આરોપી રૂ.1 લાખ એડવાન્સ લઈને કામ કર્યા વગર ફરાર થઈ ગયો હતો.થોડા સમય બાદ, સોપારીનું કામ પૂરું કરવાના બહાને આરોપી અજયકુમાર તેના મિત્ર કેતન સાથે શકુંતલાબેનના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેને ખબર પડી કે નાનો દીકરો અમિત જેલમાં છે અને શકુંતલાબેન ઘરે એકલા જ છે. આ તકનો લાભ ઉઠાવી, આરોપીઓએ સોપારીના કામને બદલે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ શકુંતલાબેનનું દોરીથી ગળું દબાવી ક્રૂર હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ઘરમાંથી રોકડા અને 30 થી 35 તોલા સોનાના દાગીના લૂંટીને તેઓ ફરાર થઈ ગયા હતા.

હત્યા બાદ આરોપી અજયકુમાર મિશ્રાએ પોલીસથી બચવા માટે અત્યંત સાવચેતી રાખી હતી. તેણે મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું અને પાન કાર્ડ કે આધાર કાર્ડ જેવા કોઈ પણ પુરાવાઓનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. તે ગોવા અને મુંબઈમાં ભટક્યા બાદ 2022થી અમદાવાદના નરોડામાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી આ ખતરનાક આરોપીને દબોચી લીધો છે.