April 2, 2026
ક્રાઈમ

શેરબજારમાં વધુ વળતરની લાલચ પડી ભારે: અમદાવાદની ઠગ ટોળકીએ સેબીનું નકલી સર્ટી બતાવી લાખો રૂપિયા સેરવી લીધા

12:45:00 PM
Save
Mar 29, 2026
Share :
<p>શેરબજારમાં વધુ વળતરની લાલચ પડી ભારે: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદની ઠગ ટોળકીએ સેબીનું નકલી સર્ટી બતાવી લાખો રૂપિયા સેરવી લીધા</strong></span></p>

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા અને એક પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય સચિન કાકડે સાથે ₹22 લાખની ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે. શેરબજારમાં ટૂંકા સમયમાં 20 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ યુવાનને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે ભોગ બનનારના મોબાઈલ પર 'F5 Indian Stock Market Investor Discussion Group' માં જોડાવા માટેની એક અજાણી લિંક આવી હતી. ગ્રુપમાં જોડાયા બાદ 'જતિન શર્મા' નામના શખ્સે પોતાની ઓળખ 'વેલ્થ અલાયન્સ ગ્રુપ'ના સભ્ય તરીકે આપી શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કમાવવાની લાલચ આપી હતી.

યુવાનને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ અત્યંત વ્યવસ્થિત આયોજન કર્યું હતું. ઠગ ટોળકીએ રોકાણકારને સેબી અને 'U.S. Securities and Exchange Commission' ના સિક્કાવાળા નકલી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ મોકલી આપ્યા હતા. આ હાઈ-ટેક અને બોગસ દસ્તાવેજો જોઈને શિક્ષિત યુવાન પણ છેતરાઈ ગયો હતો અને તેને આ રોકાણ સુરક્ષિત હોવાનો ભરોસો બેઠો હતો. ઠગોએ સચિનભાઈને 'FARLY LLP' નામની એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.

આ એપમાં શરૂઆતમાં 10 થી 20 ટકા પ્રોફિટ દેખાડવામાં આવતો હતો, જેનાથી પ્રેરાઈને યુવાને અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા કુલ ₹22 લાખનું રોકાણ કર્યું હતું. થોડા દિવસોમાં તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાં ₹2.49 કરોડનો તોતિંગ નફો દેખાવા લાગ્યો હતો, જે વાસ્તવમાં માત્ર આભાસી આંકડા જ હતા. જ્યારે સચિનભાઈએ આ નફાની રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ટેક્સ અને અન્ય ચાર્જીસના નામે વધુ ₹30.74 લાખની માંગણી કરી હતી. આ તબક્કે યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. રકમ આપવાનો ઈન્કાર કરતા જ ઠગોએ સંપર્ક તોડી નાખ્યો હતો, જેના પરિણામે યુવાને પોતાની મહેનતના ₹22 લાખ ગુમાવ્યા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના આધારે ઠગ ટોળકી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતી રોકાણની લિંક્સ કે અજાણી એપ્લિકેશન પર વિશ્વાસ ન કરવો અને હંમેશા સેબી રજિસ્ટર્ડ બ્રોકર દ્વારા જ રોકાણ કરવું.