April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : અમદાવાદ દરિયાપુર ગઢમાં ગાબડું પાડશે ભાજપ કે કોંગ્રેસ જાળવી રાખશે દબદબો? જાણો આ વખતે કોનું પલડું ભારે છે?

01:33:00 PM
Save
Apr 11, 2026
Share :

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : અમદાવાદ દરિયાપુર ગઢમાં ગાબડું પાડશે ભાજપ કે કોંગ્રેસ જાળવી રાખશે દબદબો? જાણો આ વખતે કોનું પલડું ભારે છે?

અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામ્યો છે. શહેરના રાજકીય ગલિયારાઓમાં ઉમેદવારોની પસંદગી અને વ્યૂહરચનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આ વખતે અત્યંત સાવચેતીપૂર્વક અને ઝડપી ગતિએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે તેના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં મજબૂત પકડ જાળવી રાખવા માટે વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. જે અંતર્ગત દરિયાપુર વોર્ડના બાકી રહેલા ઉમેદવારોને પક્ષ તરફથી ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને તેમને મેદાનમાં ઉતારવાના સ્પષ્ટ સંકેતો આપી દેવાયા છે. આ જાહેરાત સાથે જ દરિયાપુરના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગરમાવો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા દરિયાપુર વોર્ડના બાકી રહેલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરીને મેદાનમાં ઉતરવાના સંકેત આપી દેવામાં આવ્યા છે.

આ વખતની પસંદગીમાં સૌથી મહત્વની બાબત એ છે કે દરિયાપુર વોર્ડમાં 4 માંથી 3 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ટર્મમાં પક્ષ માટે કરેલી કામગીરીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. જોકે, સૌથી મોટો ફેરફાર મોના પ્રજાપતિ ના કિસ્સામાં જોવા મળ્યો છે. મોના પ્રજાપતિ વર્ષોથી દરિયાપુર વિસ્તારમાં સક્રિય હતા, પરંતુ ગત ટર્મમાં કોંગ્રેસ પક્ષે તેમને શાહપુર વોર્ડમાંથી ટિકિટ આપી હતી. શાહપુરમાં ચૂંટણી હાર્યા બાદ, હવે પક્ષે તેમને ફરીથી તેમના જૂના અને મજબૂત ગઢ ગણાતા દરિયાપુર વોર્ડમાં ટિકિટ ફાળવી છે.

દરિયાપુર માં કુલ મતદારો 77,434 જેમાં પુરુષ મતદારો  40,183, સ્ત્રી મતદારો 37,236 અને  અન્ય જાતિ 15નો સમાવેશ થાય છે. કોંગ્રેસના ઉમેદવાર નીરવ બક્ષી ને મતદારો ઉપર અને તેમના કામ ઉપર વિશ્વાસ છે અને ફરીથી એક વાર તેમની પેનલ વિજેતા બનવા જઈ રહી છે એવો તેમને ભરોસો છે. આમ દરિયાપુર જે કોંગ્રેસ તેનો ગઢ કહેવામાં આવે છે તે જીતી ને રહેશે.

2021ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ,અપક્ષ થતા AIMIMના ઉમેદવારો મેદાનમાં હતા છતાં પણ કોંગ્રેસના ઉમેદવારની પેનલ દરિયાપુર વોર્ડમાં વિજયી બની હતી. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની પેનલ જીત્યા બાદ જીતેલા ઉમેદવારો એ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કામો વોર્ડમાં કરેલ છે અને તેઓની હાજરી તેમના કાર્યાલય પર સતત જોવા મળી છે તેમજ નીરવ બક્ષી એજ્યુકેશન સાથે સંકળાયેલા હોવાથી વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપતા રહે છે અને વિધાર્થીઓના પડખે ઊભા રહે છે.

ઈન સેકન્ડ ન્યૂઝ પર હિરેન્દ્રસિંહ રાઠોડનું રાજકીય વિશ્લેષણ
દરિયાપુર વોર્ડના કુલ મતદારોમાંથી  52% આસપાસ મતદારો લઘુમતી કોમના છે અને જેમાં વિસ્તારના 52% લઘુમતી કોમના છે તેમાંથી 70% મતદાન થાય તેમાંથી 22%ની આસપાસ મત ભાજપ અને અન્ય પક્ષને મળે તો 48% આસપાસ મત કોંગ્રેસને મળે તેવી શક્યતા છે.

જ્યારે દરિયાપુર વિસ્તારમાં 48% આસપાસ હિન્દુ મતદારો છે.જ્યારે 48% હિન્દુ મતદાનમાંથી આશરે 62% મતદાન થાય તેમાંથી 15% જેટલા મત કોંગ્રેસના કમિટેડ મતદારો હોય છે અને 2% મતદારો NATO તથા અન્ય પક્ષને મળે.

આમ જોતા 48% મત ભાજપને મળે,પરંતુ આ પેનલનું ઇલેક્શન હોવાથી મહિલા ઉમેદવાર ની સામે મહિલા ઉમેદવારના જ મત ગણતરીમાં લેવાના હોવાથી અને અંગત સંબંધોનો ઉપયોગ થતો હોવાથી મતદાનની ટકાવારીમાં ઘણો ફરક પડે છે તે જોતા દરિયાપુર વોર્ડ માં આ ચારેય સીટો ઉપર કસાકસી નો જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કૌશિક જૈન ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા તેમણે તેમને મળતા ફંડનો પણ આ વિસ્તારમાં કોર્પોરેશનના પ્રાથમિક કામો માટે જેવા કે રસ્તા,પીવાના પાણીની લાઇન,ગટર લાઇનના કામો માટે પોતાનું બજેટ ફાળવી સારા એવા કર્યો કરી દરિયાપુરમાં મતદારો ઉપર પકડ જમાવી છે, તેથી આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે તેવી જણાઈ રહ્યું છે.

આથી, આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતા દરિયાપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે એ નક્કી છે. મતદારો કોના વિકાસ કાર્યોને અને કોના પરંપરાગત નાતાને પસંદ કરે છે, તે તો હવે પરિણામો જ કહેશે.