April 1, 2026
ગુજરાત

હવામાં હાથફેરો....અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં તસ્કરોનો આતંક, ₹17.31 લાખની ચાંદીની ચોરી

12:26:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">હવામાં હાથફેરો....</span></strong>અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં તસ્કરોનો આતંક, ₹17.31 લાખની ચાંદીની ચોરી</p>

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ મારફતે એર કાર્ગોમાં દિલ્હી મોકલવામાં આવી રહેલી કિંમતી ચાંદીની લગડીઓ પૈકી એક લગડીની ચોરી થતા એરપોર્ટ સુરક્ષા અને કાર્ગો હેન્ડલિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે વેપારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એક વેપારી દ્વારા કુલ 17 ચાંદીની લગડીઓ એર કાર્ગો મારફતે દિલ્હી મોકલવા માટે બુક કરવામાં આવી હતી. આ કિંમતી જથ્થો એર ઇન્ડિયાની ફ્લાઈટ દ્વારા રવાના કરવાનો હતો. જોકે, ગંતવ્ય સ્થાને પહોંચતા કે તે પૂર્વેની ચકાસણી દરમિયાન માલૂમ પડ્યું હતું કે, 17 લગડીઓમાંથી એક લગડી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. ગુમ થયેલી ચાંદીની લગડીની અંદાજિત કિંમત રૂ. 17.31 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

ચોરીની આ ગંભીર ઘટના બાદ પોલીસ તાત્કાલિક સક્રિય બની છે.પ્રાથમિક તપાસમાં નીચે મુજબની દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે, માલ સામાનને એરપોર્ટ પર રિસીવ કરવાથી લઈને પ્લેનમાં લોડ કરવા સુધીની પ્રક્રિયામાં ક્યાં ચૂક થઈ તેની તપાસ થઈ રહી છે.

એરપોર્ટના કાર્ગો ટર્મિનલ અને રનવે વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ખંગાળવામાં આવી રહ્યા છે. એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફ અને કાર્ગો હેન્ડલિંગ સાથે જોડાયેલા શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે.આ હાઈ-પ્રોફાઈલ ચોરીને કારણે જ્વેલરીના વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સુરક્ષિત ગણાતા હવાઈ માર્ગે કિંમતી ધાતુઓની હેરાફેરી દરમિયાન થયેલી આ ચોરી એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ બની છે.