નવા ચહેરા કે જૂના? અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં ભારે સાવચેતી અને નવા સમીકરણો સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. આજે 10 એપ્રિલના રોજ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં અમદાવાદ જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. ખાસ કરીને વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ યાદીમાં માત્ર નગરપાલિકાઓ જ નહીં, પરંતુ વિરમગામ, ધોલેરા, બાવળા, માંડલ, ધંધુકા, ધોળકા, દસક્રોઈ, દેત્રોજ અને સાણંદ જેવી મહત્વની તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ સુરેન્દ્રનગર અને વડોદરા જેવા જિલ્લાઓમાં ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે અમદાવાદ જિલ્લા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લઘુમતી પ્રતિનિધિત્વ
આ વખતના ઉમેદવાર પસંદગીના લિસ્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત ભાજપનો લઘુમતી કાર્ડ રહ્યો છે. પક્ષે પરંપરાગત રાજનીતિથી હટીને આ વખતે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં 3 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે. સાણંદના વિરોચનનગર બેઠક પરથી સમસુદ્દીન પઠાણ, ધંધૂકાના બાજરડામાં તૌફીક ઉમડીયા અને વિરમગામ તાલુકા પંચાયતમાં કયામુદ્દીન સિદાનીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપની આ વ્યૂહરચના સૂચવે છે કે પક્ષ હવે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને જમીની સ્તરે મજબૂત કરવા માંગે છે અને લઘુમતી મતોમાં પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ છે.
ભાજપના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે કાર્યકરોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. આ યાદી જાહેર થતાની સાથે જ હવે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આવનારા દિવસોમાં આ ઉમેદવારો મતદારોને રીઝવવામાં કેટલા સફળ રહે છે અને ભાજપનો આ નવો પ્રયોગ જીત અપાવે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી રહેશે.
01
02
03
04
05
06
07
08
09
10 
11
12
13