April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ભાજપે પત્તાં ખોલ્યા, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો સજ્જ : અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર... 

05:47:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભાજપે પત્તાં ખોલ્યા,</strong></span> જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો સજ્જ : અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર... </p>

ગાંધીનગર ખાતે આજે રાજ્યના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી, જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને અમદાવાદ જિલ્લા પંચાયત માટેના ઉમેદવારોના નામો પર લાંબી ચર્ચા-વિચારણાના અંતે આખરી મહોર મારવામાં આવી છે. અમદાવાદના ભૌગોલિક વિસ્તાર અને રાજકીય મહત્વને જોતા આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અત્યંત સૂચક માનવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં ઝીણવટભરી ચર્ચા કરીને સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ જાહેરાત સાથે જ અમદાવાદ જિલ્લા પંચાયતના રાજકારણમાં વ્યુહરચનાઓનો નવો દોર શરૂ થયો છે. પ્રદેશ નેતૃત્વએ જે રીતે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પક્ષ સત્તા જાળવી રાખવા માટે કોઈ કચાશ રાખવા માંગતું નથી. જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોના નામોની પસંદગીમાં પક્ષ પ્રત્યેની વફાદારી અને જનતામાં તેમની લોકપ્રિયતાને પ્રાધાન્ય આપ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે જ્યારે સત્તાવાર રીતે નામોની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે હવે શહેરમાં ચૂંટણી પ્રચારનો પારો ગરમાશે અને રાજકીય ગતિવિધિઓ તેજ બનશે તે નક્કી છે.

અમદાવાદ જિલ્લા પંચાયત માટેના ઉમેદવારોના નામોની સંપૂર્ણ યાદી જુઓ... 

01

02