જાહેર સ્થળ પર આવી હરકત કેટલી યોગ્ય? અમદાવાદના ગીતા મંદિર હબ ટાઉન કોમ્પ્લેક્સમાં યુવાનની અશ્લીલ હરકત, CCTVમાં કેદ...
અમદાવાદ શહેરના વ્યસ્ત એવા ગીતા મંદિર વિસ્તારમાં આવેલા હબ ટાઉન કોમ્પ્લેક્સમાં માનવતા અને સભ્યતાને લજવતી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આશરે હજારો લોકોની અવરજવર ધરાવતા આ કોમ્પ્લેક્સના 'A' બ્લોકમાં એક યુવાન પોતાની મર્યાદા ભૂલીને હવસખોર બન્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક છોકરી જ્યારે શૌચાલય તરફ જઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર એક વિકૃત માનસિકતા ધરાવતા યુવાને તેને જોઈને પોતાની શરમ નેવે મૂકી દીધી હતી. જાહેર સ્થળ હોવા છતાં આ યુવાન ભાન ભૂલ્યો હતો અને અત્યંત બીભત્સ અને અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં યુવાનની દરેક શરમજનક ચેષ્ટાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
લોકોમાં આક્રોશ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહીની ઉગ્ર માંગ
આ કોમ્પ્લેક્સ હંમેશા ધમધમતું રહેતું હોય છે, તેમ છતાં દિવસદહાડે આવી હરકત કરવાની હિંમત કરનારા તત્વોને કોઈ ડર ન હોય તેમ જણાય છે. CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ફિટકારની લાગણી જન્મી છે. જાહેર સ્થળોએ આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડક પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી હરકત કરતા સો વાર વિચારે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માત્ર CCTV લગાવવાથી સુરક્ષા મળતી નથી, પરંતુ આવા વિકૃત લોકો સામે ત્વરિત અને દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવી પણ એટલી જ અનિવાર્ય છે.