April 2, 2026
ગુજરાત

અમદાવાદ : ઘાટલોડિયામાં એપાર્ટમેન્ટ બહારથી લોક તોડીને વિદ્યાર્થીની બાઈક ઉઠાવી ગયા તસ્કરો, CCTVમાં કેદ થઈ ઘટના... 

11:26:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ : </strong></span>ઘાટલોડિયામાં એપાર્ટમેન્ટ બહારથી લોક તોડીને વિદ્યાર્થીની બાઈક ઉઠાવી ગયા તસ્કરો, <strong>CCTVમાં કેદ થઈ ઘટના... </strong></p>

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વાહનચોરોનો આતંક સતત વધી રહ્યો છે, જેમાં હવે અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ પણ નિશાન બની રહ્યા છે.  ઘાટલોડિયાના મંગલમૂર્તી એપાર્ટમેન્ટ પાસે એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં પી.જી. (પેઈંગ ગેસ્ટ) તરીકે રહીને કોલેજનો અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી ધ્રુવ વઘાસીયાની મોટરસાયકલ તસ્કરો ઉઠાવી ગયા છે. ગત 28 માર્ચ, 2026ના રોજ રાત્રિના સમયે ધ્રુવ ખરીદી કરીને પરત ફર્યો હતો અને પોતાની બાઈક એપાર્ટમેન્ટની બહાર આવેલા જાહેર રોડ પરના પાર્કિંગમાં સુરક્ષિત રીતે પાર્ક કરી હતી. જોકે, રાત્રિના આશરે સવા આઠથી પોણા બાર વાગ્યાના ટૂંકા ગાળામાં જ કોઈ અજાણ્યો શખ્સ તકનો લાભ ઉઠાવી લોક તોડીને બાઈક લઈને રફુચક્કર થઈ ગયો હતો.

આ ચોરીની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ધ્રુવ મોડી રાત્રે પોતાના મિત્રના રૂમે જવા માટે નીચે આવ્યો અને પાર્કિંગમાં બાઈક ગાયબ જોઈને સ્તબ્ધ રહી ગયો. બાઈક ન મળતા તેણે તાત્કાલિક મિત્રો સાથે આસપાસના રસ્તાઓ અને ગલીઓમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં ચોરીની સમગ્ર કરતૂત કેદ થયેલી જોવા મળી હતી, જેમાં તસ્કર ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને અથવા લોક તોડીને ક્ષણભરમાં બાઈક હંકારી જતો દેખાય છે. આ મામલે ધ્રુવે હિંમત દાખવી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરનું પગેરું દબાવવા અને શહેરના વધતા વાહન ચોરીના ગ્રાફને અંકુશમાં લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.