April 10, 2026
ગુજરાત

IPL 2026 મેચો દરમ્યાન મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન, જાણો કયા માર્ગો રહેશે બંધ

06:50:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><strong>IPL 2026 મેચો દરમ્યાન મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">જાણો કયા માર્ગો રહેશે બંધ</span></strong></p>

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 4 એપ્રિલથી ઇન્ડિયન પ્રીમિયર લીગના રોમાંચક મુકાબલાઓ શરૂ થઈ ગયા છે. આ મેચો દરમિયાન સ્ટેડિયમ આસપાસ ઉમટી પડનારા હજારો પ્રેક્ષકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની અવરજવરને ધ્યાને રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અન્વયે મેચના દિવસોમાં સ્ટેડિયમ તરફ જતા મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે.

કુલ 7 મેચો માટે પોલીસનું જાહેરનામું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (17 એપ્રિલ), મુંબઈ ઇન્ડિયન્સ (20 એપ્રિલ), ચેન્નાઈ સુપર કિંગ્સ (26 એપ્રિલ), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (30 એપ્રિલ), પંજાબ કિંગ્સ (3 મે) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (12 મે) સામે થશે. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, મર્યાદિત સમયમાં મોટી સંખ્યામાં વાહનો સાથે આવતા દર્શકો અને સેલિબ્રિટીઓને જોવા એકઠી થતી જનતા વચ્ચે ટ્રાફિક પ્રવાહ સરળ રહે અને અકસ્માતો નિવારી શકાય તે હેતુથી આ આદેશ કરવામાં આવ્યો છે.

આ માર્ગો પર રહેશે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ

જાહેરનામા મુજબ, જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી (T) થી મોટેરા ગામ ટી (T) સુધીનો જતો અને આવતો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે. આ માર્ગ પર મેચના નિર્ધારિત સમય દરમિયાન સામાન્ય વાહનચાલકો અવરજવર કરી શકશે નહીં.

વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા

ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે પોલીસે વાહનચાલકોને તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી (T) થી જનપથ ટી (T) થઈ પાવર હાઉસ ચાર રસ્તા અને પ્રબોધરાવળ સર્કલ સુધીના વૈકલ્પિક માર્ગો સૂચવ્યા છે. આ ઉપરાંત, કૃપા રેસીડેન્સી ટી (T) થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તાથી ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

કોને મળશે મુક્તિ અને શું થશે કાર્યવાહી ?

આ પ્રતિબંધમાંથી ક્રિકેટ મેચ સાથે સંકળાયેલા વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આ વિસ્તારના રહીશોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો અમલ મેચના દિવસોમાં બપોરે 14.00 થી રાત્રે 02.00 અને દિવસની મેચોમાં સવારે 10.00 થી રાત્રે 22.00 સુધી રહેશે. જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આગામી દિવસોમાં યોજાનારી આ મેચો દરમિયાન ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે, જેથી શહેરીજનોને અને મેચ જોવા આવતા દર્શકોને લઘુત્તમ અગવડ પડે.