April 8, 2026
ગુજરાત

અમદાવાદના જગન્નાથ મંદિરમાં અનંત અંબાણીનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાશે : પૂજા-અર્ચના અને ગજરાજ પૂજનનું આયોજન

02:02:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">અમદાવાદના જગન્નાથ મંદિરમાં અનંત અંબાણીનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાશે :</span> પૂજા-અર્ચના અને ગજરાજ પૂજનનું આયોજન</strong></p>

અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર પરિવાર દ્વારા આવતીકાલે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણીના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અનંત અંબાણીના નિરોગી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે વિશેષ પ્રાર્થના સભાઓ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાન જગન્નાથજીના ચરણોમાં વિશેષ પૂજા-અર્ચના

આ શુભ અવસર નિમિત્તે આવતીકાલે સવારે 10:00 વાગ્યે મંદિર પરિસરમાં ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓની ઉપસ્થિતિમાં અનંત અંબાણીના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ થાય તે હેતુથી મહાઆરતી અને મંગલ પ્રાર્થનાનું આયોજન કરાયું છે. જગન્નાથ મંદિર પરિવારના જણાવ્યા અનુસાર, અનંત અંબાણી હંમેશા ધાર્મિક અને સામાજિક કાર્યોમાં નિશ્વાર્થ ભાવે જોડાયેલા રહે છે, તેથી તેમના જન્મદિવસ નિમિત્તે આ આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું છે.

ગજરાજ પૂજન અને સેવાકીય પ્રવૃત્તિઓ

હાથીને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી આ પ્રસંગે ગજાનન ગજરાજ મહારાજનું વિશેષ પૂજન પણ કરવામાં આવશે. ગજરાજ માટે મંદિરમાં વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પશુઓની સેવા કરનારા મહાવતોના ઉત્કર્ષ માટે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને કરિયાણું આપીને સન્માનિત કરવામાં આવશે. મંદિર પરિવાર દ્વારા આ કાર્યક્રમ દ્વારા જીવદયા અને સેવાના સંદેશને પ્રસારિત કરવાનો પ્રયાસ કરાયો છે.

સાધુ-સંતોને ભોજન પ્રસાદ અને વસ્ત્રદાન

ઉજવણીના ભાગરૂપે મંદિરમાં પધારેલા સાધુ-સંતો અને અભ્યાગતો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે સાધુ-સંતોને વસ્ત્રદાન પણ કરવામાં આવશે. દિલીપ મહારાજે આ પ્રસંગે તમામ ધર્મપ્રેમી જનતા અને મીડિયા મિત્રોને આમંત્રણ પાઠવ્યું છે કે તેઓ આ ઉત્સવમાં સહભાગી બને અને અનંત અંબાણી સતત દેશ અને માતા-પિતાનું ગૌરવ વધારતા રહે તેવા આશીર્વાદ પાઠવે. આ ધાર્મિક અને સેવાકીય આયોજનને પગલે જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.