April 1, 2026
ગુજરાત

5.43 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાયા હતા કાલુપુર અને સરખેજના શખ્સો, કોર્ટે ફટકારી આકરી સજા, હવે 10 વર્ષ જેલમાં કાપવા પડશે...

02:45:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>5.43 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાયા હતા કાલુપુર અને સરખેજના શખ્સો, </strong></span>કોર્ટે ફટકારી આકરી સજા, હવે 10 વર્ષ જેલમાં કાપવા પડશે...</p>

અમદાવાદ શહેરને નશાના રવાડે ચઢાવતા તત્વો સામે ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. વર્ષ 2021માં વિશાલા ત્રણ રસ્તા પાસે પોલીસના હાથે ઝડપાયેલા બે ડ્રગ્સ પેડલરોને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટની વિશેષ NDPS અદાલતે કડક સજા ફટકારી છે. આ કેસમાં કાલુપુરના રહેવાસી મુસ્તકીમ શેખ અને સરખેજના મહંમદ સુલતાન શેખને કોર્ટે ગુનેગાર ઠેરવીને 10-10 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. જજ વી.બી. રાજપૂતે આ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કોઈ પણ પ્રકારની નરમાશ દાખવવામાં આવશે નહીં.

આ કેસની વિગતો મુજબ, એપ્રિલ 2021માં અમદાવાદ DCB (ક્રાઈમ બ્રાન્ચ)ને ગુપ્ત બાતમી મળી હતી કે વિશાલા ત્રણ રસ્તા પાસે આવેલી કાઠિયાવાડી હોટલની બહાર બે શખ્સો ટુ-વ્હીલર પર સવાર થઈને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઉભા છે અને તેઓ તેના વેચાણની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને મુસ્તકીમ અને મહંમદ સુલતાનને કોર્ડન કરી લીધા હતા. તપાસ દરમિયાન તેમના ખિસ્સામાંથી 54.43 ગ્રામ જેટલું ઉચ્ચ ગુણવત્તાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 5.43 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. પોલીસે ડ્રગ્સ અને વાહન કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 આ કેસમાં કુલ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ અન્ય બે શખ્સો હજુ પણ કાયદાની પકડથી દૂર એટલે કે ભાગેડુ જાહેર થયેલા છે. કોર્ટે સાક્ષીઓની જુબાની અને પંચનામા સહિતના તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. અંતે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીઓની ગુનાહિત માનસિકતાને જોતા તેમને મહત્તમ સજા અને ભારે દંડ ફટકારીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.