April 4, 2026
ક્રાઈમ

અમદાવાદના મેમનગર લેક પાસેના ફ્લેટમાં ધમધમતું હતું સટ્ટા રેકેટ: ઓનલાઈન પ્લેટફોર્મ થકી લાખોનો જુગાર રમાડતા 6 બુકીઓ રંગેહાથ ઝડપાયા

04:30:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદના મેમનગર લેક પાસેના ફ્લેટમાં ધમધમતું હતું સટ્ટા રેકેટ: </strong></span>ઓનલાઈન પ્લેટફોર્મ થકી લાખોનો જુગાર રમાડતા 6 બુકીઓ રંગેહાથ ઝડપાયા</p>

અમદાવાદ શહેરમાં ચાલી રહેલી IPL 2026ની સિઝન દરમિયાન સટ્ટાબાજીની પ્રવૃત્તિઓને ડામવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મેમનગર લેક પાસે આવેલા 'આનંદ પાર્ક એપાર્ટમેન્ટ'ના એક ફ્લેટમાં લાખોનો સટ્ટો રમાતો હોવાની ગુપ્ત બાતમીના આધારે પોલીસે ૩ એપ્રિલની મધરાતે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની લાઈવ મેચ પર ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ દ્વારા જુગાર રમાડતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી મોબાઈલ, રોકડ અને અન્ય સાધનો મળી કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર, અભય ઠક્કર, યશકુમાર અખાણી, મીત જયસ્વાલ, કલ્પેશભાઈ ઠક્કર અને ધ્રુવ ઠક્કરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ખાનગી નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ સટ્ટો રમાડવા માટે આધુનિક ટેકનોલોજી અને વિદેશી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ 'pdm999', 'dollar365' અને 'allpanelexch9' જેવી વેબસાઈટ્સ પર મલ્ટિપલ યુઝર આઈડી બનાવીને મેચના ભાવ-તાલ  જોઈને સટ્ટો લગાવતા હતા.

પોલીસને આ બેટિંગ એકાઉન્ટ્સમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે અભય ઠક્કર અને યશકુમાર અખાણીએ આ ફ્લેટ ખાસ સટ્ટો રમવા માટે ભાડે રાખ્યો હતો. આ નેટવર્ક પાછળ સાયન્સ સિટીના કિશન ઠક્કર, પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કર જેવા મોટા માથાઓની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે.આ સટ્ટાકાંડના મૂળ સુધી પહોંચવા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ મોટા ખુલાસા થાય અને અન્ય લોકોની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.