April 2, 2026
ક્રાઈમ

અમદાવાદના ધરજી ગામે ખાખી પર હાથ ઉપાડનારા 50 આરોપીઓ જેલના સળિયા પાછળ, મુખ્ય સૂત્રધાર ફરાર!

10:01:00 AM
Save
Mar 29, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદના ધરજી ગામે ખાખી પર હાથ ઉપાડનારા 50 આરોપીઓ જેલના સળિયા પાછળ,</strong> </span>મુખ્ય સૂત્રધાર ફરાર!</p>

અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ મથક હેઠળ આવતા ધરજી ગામે દારૂના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા જાનલેવા હુમલા બાદ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. DySP તપનસિંહ ડોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં 50 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને બુટલેગર હજુ પણ ફરાર છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા વિરમગામ ડિવિઝનમાં છેલ્લા બે દિવસથી વ્યાપક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અંદાજે 60 જેટલા પોલીસ કર્મચારીઓના કાફલાએ ધરજી ગામ અને આસપાસના વિસ્તારોને બાનમાં લઈને દરોડા પાડ્યા હતા. પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરનારા અને હિંસામાં સામેલ તત્વોને શોધી શોધીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. DySP તપનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ હુમલો કોઈ પૂર્વયોજિત કાવતરું જણાતું નથી, પરંતુ દરોડા સમયે અચાનક ટોળું ઉશ્કેરાઈ જતાં આ ઘટના બની હતી. જોકે, કાયદો હાથમાં લેનારા કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. હાલમાં મુખ્ય બુટલેગરને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

નળ સરોવર પોલીસને ધરજી ગામે મોટા પાયે દેશી દારૂના વેચાણની બાતમી મળી હતી, જ્યારે પોલીસની ટીમ દરોડો પાડવા પહોંચી, ત્યારે સ્થાનિક પઢાર જ્ઞાતિના 100 થી વધુ લોકોના ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ જવાનોને રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ હિંસક ઘટના બાદ પોલીસે ૧૦૦થી વધુ શખ્સો સામે રાયોટિંગ અને પોલીસ પર હુમલાનો ગુનો નોંધ્યો હતો.