April 1, 2026
ક્રાઈમ

અમદાવાદ : સરદારનગરમાં નોકરીથી પરત ફરતી યુવતી પર પતિએ જ કર્યો એસિડ એટેક...

10:55:00 AM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ : </strong></span>સરદારનગરમાં નોકરીથી પરત ફરતી યુવતી પર પતિએ જ કર્યો એસિડ એટેક...</p>

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના માર્ગો પર અસામાજિક તત્વોનો આતંક કઈ હદે વધી રહ્યો છે તેનો પુરાવો આપતા આ કિસ્સામાં, એક 28 વર્ષીય આશાસ્પદ યુવતી પર સરેઆમ એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી તેને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોતાનાં પતિએ જ આ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. 

ઘટનાની વિગતો એવી છે કે, મહિન્દ્રા શો-રૂમમાં ફરજ બજાવતા તમન્નાબેન જેઠાભાઈ ચાવડા જ્યારે રોજબરોજની જેમ પોતાની નોકરી પૂર્ણ કરી સુરક્ષિત ઘરે પહોંચવાની આશા સાથે નીકળ્યા હતા, ત્યારે કદાચ તેમને અંદાજ પણ નહીં હોય કે કોઈ ક્રૂર ઇરાદા સાથે તેમની પાછળ જ ટાંપીને બેઠું છે. માર્ગમાં એક અજાણ્યા શખ્સે પોતાની ઓળખ છુપાવવા માટે હેલ્મેટ પહેરી બાઇક પર પાછળથી આવી તમન્નાબેન પર અચાનક જ્વલનશીલ પ્રવાહીનો મારો ચલાવ્યો હતો. આ હુમલો એટલો ઓચિંતાનો અને ભયાનક હતો કે પ્રવાહી પડતાની સાથે જ તમન્નાબેન ચસકા પાડી ઉઠ્યા હતા અને રસ્તા પર ફસડાઈ પડ્યા હતા, જેનો લાભ ઉઠાવી હુમલાખોર ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ત્યારે તપાસ દરમિયાન સામે આવ્યું કે આ હુમલો કરવાવાળું બીજો કોઈ નહીં પોતાનો જ પતિ હતો. 

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તબીબી અહેવાલો મુજબ, જ્વલનશીલ પ્રવાહીના છાંટા તમન્નાબેનના હોઠ અને આંખના સંવેદનશીલ ભાગો પર પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે, જોકે સદનસીબે શરીરના અન્ય ભાગો આ ભયાનક એટેકથી બચી ગયા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પતિ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવી રહ્યા છે તે આ હુમલા પાછળ કોઈ અંગત અદાવત હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. પ્રાથમિક પૂછપરછમાં પીડિતા અને તેની માતાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક કંકાસ અને માતા-પિતા વચ્ચેના વિખવાદને કારણે ખુદ પિતાએ જ આ હુમલો કરાવ્યો હોવાની પૂરેપૂરી શક્યતા છે.  પણ ત્યારબાદ તપાસ દરમિયાન પતિએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. દીપક ઢોલા

આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. દીપક ઢોલાએ જણાવ્યું હતું સરદારનગર વિસ્તારમાં આવેલી નીલકમલ સોસાયટી પાસે યુવતી પર થયેલા એસિડ હુમલાના ચકચારી કેસનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ એક શખ્સની ધરપકડ કરી છે. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, ભોગ બનનાર યુવતી પર એસિડ ફેંકનાર બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો જ પતિ નીકળ્યો છે. પ્રેમ લગ્ન કર્યાના ત્રણ વર્ષ બાદ જ સંબંધોમાં એવી કડવાશ આવી કે પતિએ જ પત્નીનું જીવન જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ દંપતી વચ્ચે છેલ્લા છ મહિનાથી ભારે અણબનાવ ચાલી રહ્યો હતો. આરોપીને તેની પત્નીના ચરિત્ર પર શંકા હતી અને સાથે જ તે પોતાના માતા-પિતા સાથે પત્ની દ્વારા કરવામાં આવતા કથિત દુર્વ્યવહારથી પણ નારાજ હતો. આ વિવાદોને કારણે બંને અલગ રહેતા હતા. પત્ની દ્વારા કરવામાં આવેલા વર્તન અને અલગ થઈ જવાના આઘાતને બદલાની ભાવનામાં ફેરવી આરોપીએ તેની પત્ની પર એસિડ ફેંકી તેને કાયમ માટે કદરૂપી બનાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું.

હુમલાને અંજામ આપવા માટે આરોપીએ અત્યંત સાવચેતી રાખી હતી. પત્ની તેને ઓળખી ન જાય તે માટે તેણે ચહેરા પર હેલ્મેટ પહેર્યું હતું અને તક મળતા જ નીલકમલ સોસાયટી પાસે તેના પર એસિડ ફેંકી દીધું હતું. હુમલો કર્યા બાદ પકડાઈ જવાની બીક રાખવાને બદલે, તે રમત રમતા સીધો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલ જવાનો તેનો હેતુ પત્ની પ્રત્યેની ચિંતા નહીં, પરંતુ એ જાણવાનો હતો કે એસિડના કારણે પત્ની કેટલા ટકા દાઝી છે અને તેનું કાવતરું કેટલું સફળ રહ્યું છે.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ જઈને કરેલા પ્રેમ લગ્નનો આવો કરુણ અંજામ આવશે તેની કલ્પના યુવતીએ પણ કરી નહોતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં વપરાયેલા સાધનો કબજે કરવાની તજવીજ શરૂ કરી છે.