April 1, 2026
ગુજરાત

અમદાવાદનું શિવરંજની BRTS બસ સ્ટેન્ડ આગમાં લપેટાયું, મુસાફરોમાં મચી દોડધામ, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદનું શિવરંજની BRTS બસ સ્ટેન્ડ આગમાં લપેટાયું</strong></span>, મુસાફરોમાં મચી દોડધામ, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે</p>

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અત્યંત વ્યસ્ત શિવરંજની ચાર રસ્તા પાસે આજે, ૨૫ માર્ચના રોજ બપોરના સમયે BRTS બસ સ્ટેન્ડમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ભરચક ટ્રાફિક વચ્ચે બસ સ્ટેન્ડમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે બસ સ્ટેન્ડમાં કેટલાક મુસાફરો બસની પ્રતીક્ષા કરી રહ્યા હતા, પરંતુ આગની જ્વાળાઓ જોતા જ તમામ મુસાફરો સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.

સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જે મોટી રાહતની વાત છે. બસ સ્ટેન્ડની કેબિન અને ફર્નિચર આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો વિવિધ ફાયર સ્ટેશનોથી ઘટનાસ્થળે રવાના થયો હતો.

ફાયર ફાઈટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા,આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે પૂરજોશમાં કામગીરી કરી હતી અને ટૂંક સમયમાં આગને નિયંત્રણમાં લીધી હતી.શિવરંજની ચાર રસ્તા એ શહેરનો મુખ્ય જંક્શન હોવાથી આગની ઘટનાને પગલે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.

શિવરંજનીથી નેહરુનગર, ઇસ્કોન અને શ્યામલ તરફ જતા માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી, વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.આગની ઘટના બાદ સર્જાયેલી અરાજકતા અને ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બસ સ્ટેન્ડની આસપાસની જગ્યા ખાલી કરાવી હતી અને ફાયર વિભાગની કામગીરીમાં અવરોધ ન આવે તે રીતે ટ્રાફિક ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.