April 1, 2026
ક્રાઈમ

અમદાવાદમાં ભયાનક અકસ્માત! બેફામ ટેન્કરે 7 વર્ષની બાળકીને કચડી, ડ્રાઈવર ફરાર

03:21:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદમાં ભયાનક અકસ્માત!</strong></span> બેફામ ટેન્કરે 7 વર્ષની બાળકીને કચડી, ડ્રાઈવર ફરાર</p>

અમદાવાદ શહેરના જૂના વાડજ વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે રિવર્સમાં આવી રહેલા પાણીના ટેન્કરે ઘર પાસે રમી રહેલી બે માસૂમ બાળકીઓને અડફેટે લીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક 6 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. નવરંગપુરા 'B' ડિવિઝન ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે આશરે 8:30 વાગ્યે જૂના વાડજના હનુમાનપુરાની ચાલી પાસે નવા બનેલા જાહેર રોડ પર સર્જાઈ હતી.

સ્થાનિક રહીશ અને મજૂરી કામ કરતા સંજયભાઈ સોલંકીની 7 વર્ષની દીકરી અસ્મિતા અને તેની સહેલી પાયલ (ઉં.વ. 6) ઘર પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન એક પાણીના ટેન્કરના ચાલકે અત્યંત બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ટેન્કર રિવર્સમાં લેતા બંને બાળકી ટેન્કરના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. ટેન્કરની જોરદાર ટક્કર વાગતા અસ્મિતાને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાયલને પણ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

લાડકવાઈ દીકરીને નજર સામે જ ગુમાવતા સોલંકી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અકસ્માત સર્જ્યા બાદ ટેન્કરનો ચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. નવરંગપુરા ટ્રાફિક પોલીસે આ મામલે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ટેન્કરના નંબરના આધારે ડ્રાઈવરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.