April 1, 2026
ક્રાઈમ

અમદાવાદના થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ

04:25:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદના થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા</strong>, </span>પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ</p>

અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારમાં સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો હતો. ગત 31મી માર્ચના રોજ બપોરના સમયે 200 રૂપિયા જેવી નજીવી રકમની માંગણી પૂરી ન થતા ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.  પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી પતિ ધીરજે બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેની પત્ની પાસે 200 રૂપિયા માંગ્યા હતા. પત્નીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતા જ ધીરજ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પત્નીને ગંદી ગાળો ભાંડી તેના વાળ પકડીને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન ઘરમાં હાજર માસૂમ બાળકો ડરના માર્યા રડવા લાગ્યા હતા. પત્નીએ જ્યારે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને પતિને માર મારતો અટકાવ્યો, ત્યારે ક્રોધિત પતિએ રસોડામાંથી છરી લાવી પત્નીના પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં પત્ની જમીન પર ઢળી પડી હતી. પતિની આ ક્રૂરતા જોઈને 10 વર્ષનો અને 3 વર્ષનો દીકરો હેબતાઈ ગયા હતા અને પોતાની માતાને બચાવવા કરગરી રહ્યા હતા. હુમલો કર્યા બાદ પણ આરોપીના માથે લોહી સવાર હતું. જ્યારે 10 વર્ષના પુત્રએ તેની માતાની હાલત જોઈ એમ્બ્યુલન્સ બોલાવવાની કોશિશ કરી, ત્યારે પિતાએ પોતાના જ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પિતાએ પુત્રને ચેતવણી આપી હતી કે જો તેણે કોઈને પણ જાણ કરી તો તેની હાલત પણ માતા જેવી જ થશે. પિતાની ધમકી છતાં આ બહાદુર બાળકે હિંમત હારી નહોતી. માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ પુત્રએ પિતાની નજર ચૂકવીને છૂપી રીતે મદદ માટે ફોન કરી દીધો હતો. બાળકની આ સમયસૂચકતાને કારણે જ તેની માતાનો જીવ બચી શક્યો છે. બાળકોની અને પત્નીની બૂમો સાંભળી આસપાસના લોકો એકઠા થવા લાગ્યા હતા. સ્થાનિક લોકો અને પાડોશીઓને આવતા જોઈ આરોપી ધીરજ પકડાઈ જવાના ડરથી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરી છે.અમદાવાદ પોલીસ દ્વારા આ મામલે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શ્રમજીવી પરિવારમાં થયેલા આ હિંસક હુમલાએ ઘરેલું હિંસાના ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપી ધીરજને ઝડપી પાડવા માટે તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.