April 1, 2026
ગુજરાત

અમદાવાદના ટ્રાફિકના ભારણને હળવું કરવા પોલીસ કમિશનર મેદાનમાં : પીરાણા ચાર રસ્તા ખાતે જી.એસ. મલિકે તપાસ કરી ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી...

11:50:00 AM
Save
Mar 23, 2026
Share :

અમદાવાદના ટ્રાફિકના ભારણને હળવું કરવા પોલીસ કમિશનર મેદાનમાં : પીરાણા ચાર રસ્તા ખાતે જી.એસ. મલિકે તપાસ કરી ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી...

અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પીરાણા ચાર રસ્તા વિસ્તારમાં ચાલી રહેલી બ્રિજની કામગીરીને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ લાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે રૂબરૂ મુલાકાત લીધી હતી. બ્રિજના નિર્માણ કાર્યને પગલે આ વિસ્તારમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે કમિશનરે પોતે સ્થળ પર પહોંચીને ટ્રાફિકની ગતિશીલતા અને વાહનોના પ્રવાહનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન તેમની સાથે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હાજર રહ્યો હતો, જેમણે કમિશનરને હાલની સ્થિતિ અને ટ્રાફિક જામ થવા પાછળના મુખ્ય કારણોથી વાકેફ કર્યા હતા.

સ્થળ પર હાજર અધિકારીઓ સાથેની લાંબી ચર્ચા દરમિયાન જી.એસ. મલિકે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટેના વૈકલ્પિક માર્ગો અને કયા સ્થળોએ નવા કટ ખોલી શકાય તેમ છે તે અંગે ટેકનિકલ પાસાઓની ચકાસણી કરી હતી. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે બ્રિજનું કામ ચાલુ હોય ત્યારે નાગરિકોનો સમય ન બગડે અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે વ્યવહારુ આયોજન કરવું અનિવાર્ય છે. પોલીસ કમિશનરે સૂચન આપ્યું હતું કે જ્યાં જરૂર જણાય ત્યાં ડાયવર્ઝન આપીને ટ્રાફિકનો ભાર વિભાજિત કરવામાં આવે, જેથી મુખ્ય જંકશન પર વાહનોની લાંબી કતારો ન લાગે. આ મુલાકાત બાદ ટૂંક સમયમાં જ પીરાણા વિસ્તારમાં ટ્રાફિકના નવા નિયમો અને માર્ગો અમલી બનાવવાની શક્યતા સેવાઈ રહી છે.અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, પીરાણા ચાર રસ્તા એ શહેરનો મહત્વનો પ્રવેશદ્વાર અને ઔદ્યોગિક અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે. અહીં બ્રિજની કામગીરી ચાલતી હોવાથી સ્વાભાવિક રીતે ટ્રાફિકની સમસ્યા રહે છે, પરંતુ અમે ટેકનિકલ ટીમો અને સ્થાનિક પોલીસ સાથે પરામર્શ કરીને એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે લઘુત્તમ અગવડતા પડે. કયા કટ ખોલવાથી ટ્રાફિક ફ્લો જળવાઈ રહેશે અને કયા ડાયવર્ઝન વધુ અસરકારક રહેશે તેનું અમે આયોજન કરી રહ્યા છીએ, જેથી વાહનચાલકોને ટૂંક સમયમાં રાહત મળી શકે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આપણે હવે ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને પોલિસ દ્વારા અમદાવાદ શહેરમાં કેટલાક સ્થળોએ કામગીરી કરવામાં આવી રહી છે. હવે ટ્રાફિક સમસ્યાઓ પણ શહેરમાં ઓછી થતી જોવા મળે છે. સાથોસાથ આ પછી પેલેડિયમના પણ ઇસ્યુ છે ત્યાં આવતીકાલે નિરીક્ષણ કરવામાં આવશે. શહેરમાં અમુક કટો બંધ કરી અમુક કટો શરૂ કરીને આ સમસ્યાને ઓછી કરવામાં આવી છે. આપણે આ માટે પોલિસ પણ વધારી છે. કાલથી સુભાષ બ્રિજ બંધ થયો તે પછી સમસ્યા થઈ હતી પણ અત્યારે તે સમસ્યામાં સુધારો થયો છે.