April 1, 2026
ક્રાઈમ

અમદાવાદ : વાડજ સર્કલ પાસે ચા પીને ઘરે જઈ રહેલા વ્યક્તિને ડમ્પર ચાલકે અડફેટે લીધા, અકસ્માતમાં મોત નીપજયું...

09:09:00 AM
Save
Mar 25, 2026
Share :
<p>અમદાવાદ : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વાડજ સર્કલ પાસે ચા પીને ઘરે જઈ રહેલા વ્યક્તિને ડમ્પર ચાલકે અડફેટે લીધા, </strong></span>અકસ્માતમાં મોત નીપજયું...</p>

અમદાવાદના વાડજ વિસ્તારમાં વહેલી સવારે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. શહેરના વ્યસ્ત ગણાતા વાડજ સર્કલ પાસે બેફામ ગતિએ આવી રહેલા એક ડમ્પર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા જ ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો.

મળતી વિગતો અનુસાર, વાડજ સર્કલ પાસે આવેલી હનુમાનપુરાની ચાલીમાં રહેતા એક વ્યક્તિ આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ બહાર નીકળ્યા હતા. તેઓ નજીકની હોટલ પર ચા પીને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ પ્રૌઢ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનો જીવ ગયો હતો. સ્થાનિક રહીશોએ અકસ્માત થતા જ ડ્રાઈવરને પકડવા માટે તેનો પીછો કર્યો હતો, પરંતુ ડમ્પર ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને ગીચ વિસ્તારોમાં ભારે વાહનોની અનિયંત્રિત ગતિ નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. વહેલી સવારે ચા પીને ઘર તરફ જતા પરિવારના મોભીનું આ રીતે આકસ્મિક નિધન થતા હનુમાનપુરા ચાલીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકો દ્વારા આવા બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.