April 1, 2026
ગુજરાત

અમદાવાદ : વાસણામાં ભાઈના મોતના વેરની આશંકાએ યુવકની ઊંઘમાં જ કરી હતી હત્યા, ACP ભરત પટેલનું નિવેદન... 

04:42:00 PM
Save
Mar 25, 2026
Share :
<p>અમદાવાદ : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વાસણામાં ભાઈના મોતના વેરની આશંકાએ યુવકની ઊંઘમાં જ કરી હતી હત્યા, </strong></span>ACP ભરત પટેલનું નિવેદન... </p>

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ ગુપ્તાનગરમાં ગત  24 એપ્રિલના રોજ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં વેરની અગ્નિમાં સળગતા એક યુવકે મિત્રતાના દાવેદારી વચ્ચે શંકાના આધારે અત્યંત ઘાતકી પગલું ભર્યું હતું. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે આ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, , હિતેશ મેઘવાલ નામના યુવકની નિર્મમ હત્યાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિનોદ ઉર્ફે વિકી રામલાલ રંગલાલની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોહીયાળ ખેલ પાછળ દોઢ વર્ષ જૂની એક ઘટના જવાબદાર હતી. આરોપી વિનોદના ભાઈ શ્રવણની લાશ દોઢ વર્ષ પહેલા ચંદ્રનગર પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, જે તે સમયે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હત્યાના કોઈ સજ્જડ પુરાવા મળ્યા નહોતા, પરંતુ વિનોદના મનમાં સતત એક જ વાત ઘર કરી ગઈ હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશનો જ હાથ છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલ

આ શંકાએ ત્યારે વરવું સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મૃતક હિતેશ અવારનવાર મિત્રોના કુંડાળામાં બેસીને શ્રવણના મોત બાબતે તિરસ્કારભરી વાતો કરતો હતો. હિતેશની 'શ્રવણનું મૃત્યુ થયું તો શું થયું?' જેવી વાતો આરોપી વિનોદના કાન સુધી પહોંચતી હતી, જેના કારણે તેને પાકી ખાતરી થઈ ગઈ હતી કે તેનો ભાઈ અકસ્માતનો નહીં પણ હિતેશના કાવતરાનો શિકાર બન્યો છે. આ જૂના વેરનો બદલો લેવા માટે વિનોદ લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યો હતો અને આખરે 24 એપ્રિલના રોજ તેણે ખૌફનાક પ્લાન ઘડ્યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે ટોપી અને જેકેટ પહેરીને વિનોદ હિતેશ પાસે પહોંચ્યો હતો અને જ્યારે હિતેશ ગાઢ નિદ્રામાં હતો, ત્યારે જ તેને જગાડવાની તક આપ્યા વગર છરીના આડેધડ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આરોપીની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, 10 ધોરણ સુધી ભણેલો વિનોદ વ્યવસાયે છેલ્લા 10 વર્ષથી ટેક્સી ડ્રાઈવિંગ સાથે જોડાયેલો છે અને હાલમાં એક ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે અગાઉ તે એપીએમસી માર્કેટ પાસે લારી પર છૂટક મજૂરી પણ કરતો હતો. ગુનો કર્યા બાદ તે ફરાર થઈ જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં પોતાના ભાઈના મોતનો બદલો લેવા માટે આ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીનો કબજો વાસણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.